સ્મૃતિ ઈરાનીએ લખ્યું, તમે કેટલીવાર સાંભળ્યું છે કે મહિલાઓએ જ એડજસ્ટ કરવું પડે છે ? કેટલા એવું વિચારે છે કે મારપીટ માત્ર ગરીબ મહિલાઓના પતિ જ કરે છે ? કેટલા એવું માને છે કે ભણેલો માણસ ક્યારેય હાથ નથી ઉઠાવતો ? કેટલા લોકો દીકરીઓ અને વહુને એમ કે છે કે કોઈ વાંધો નહીં બેટા આવું તો અમારી સાથે પણ થયું છે પરંતુ જુઓ આજ અમે કેટલા ખુશ છીએ ? હું ડિરેક્ટરની રાજકારણની માન્યતાને લઈને સપોર્ટ નથી કરતી બની શકે છે કે હું કોઈ એક્ટર્સ સાથે અમુક બાબત પર સહમત ન પણ હોવ પણ આ સ્ટોરી હું ચોક્કસપણે જોઇશ અને આશા રાખું છું કે લોકો પણ પરિવાર સાથે જુએ. મહિલાને મારવું એ યોગ્ય વાત નથી.... થપ્પડ પણ નહીં....માત્ર એક થપ્પડ પણ નહીં.'
તાપસી પન્નુની ફિલ્મ થપ્પડને ડિરેક્ટર અનુભવ સિન્હાએ પ્રોડ્યૂસ કરી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાની આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. અનુભવ ફિલ્મના રાઇટર પણ છે. તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.