અચાનક ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પર ભડકી બોલિવૂડની આ સ્ટાર સિંગર, જાણો કેમ
abpasmita.in | 02 Nov 2019 10:24 AM (IST)
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે, ઈન્ડિયન આઈડલના કન્ટેસ્ટન્ટનું સિંગિંગ ખરેખર હ્રદયને સ્પર્શનારું છે.
નવી દિલ્હીઃ સિંગર સોના મોહપાત્રાના નિશાને હવે સચિન તેંડુલકર આવ્યા છે. સોનાએ અનુ મલિકને ઇન્ડિયન આઈડલ 11ના જજ બનાવવાનો વિરોધ કર્યો છે. તેને લઈને તેણે ચેનલને પણ પડકાર આપ્યો છે. હવે સોના મોહપાત્રાએ શોના ગાયકોની પ્રશંસા કરવા પર સચિન તેંડુલકરને પૂછ્યું છે કે, શું અનુ મલિક વિરૂદ્ધ લાગેલ મીટૂ આરોપોની જાણકારી તમને છે? સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે, ઈન્ડિયન આઈડલના કન્ટેસ્ટન્ટનું સિંગિંગ ખરેખર હ્રદયને સ્પર્શનારું છે. રાહુલ, ચેલ્સી, દિવસ અને સની દેશના અલગ-અલગ ભાગોમાંથી આવે છે, પરંતુ ઘણી મુશ્કેલીઓ છતાં સંતીગ માટે તેમની પાસે ધગશ અને સમર્પણ છે. મને વિશ્વાસ છે કે આ બધા લાંબી સફર કરશે. આ ટ્વીટથી સોના નારાજ થઈ ગઈને તેણે રિપ્લા કરતાં લખ્યું કે, ડિયર સચિન, શું તમે ઘણી મહિલાઓ, છોકરીઓની મીટૂ સ્ટોરીથી જાગૃત છો? પાછલા વર્ષે ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકને લઈને સાર્વજનિક રીતે આ વાતો સામે આવી હતી. જેમાં તેમની પોતાની પ્રોડ્યુસર પણ શામેલ હતી. શું તેમની વાત કોઈના હ્રદયને નથી સ્પર્શતી? કોઈના માટે મહત્વપૂર્ણ નથી? ઉલ્લેખનીય છે કે મીટૂ મૂવમેન્ટ અંતર્ગત સંગીતકાર અનુ મલિક પર ઘણા આરોપો લાગ્યા હતા. જે બાદ તેમને સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાંથી બહાર કરવામાં આવ્યા હતા. પરંતુ શોની નવી સીઝનમાં ફરી એકવાર અનુ મલિકનું કમબેક થઈ ગયું છે. અનુ મલિક પર આરોપ લગાવનારી સોના સતત નિશાન સાધતી રહી છે. સોના ઉપરાંત અનુ મલિક પક શ્વેતા પંડિત અને ડેનિયસ ડિસૂજાએ પણ આરોપ લગાવ્યો હતો.