મહિલા સિંગરે સોનુ નિગમ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મારા પતિને ફોન કરીને કહ્યું- તમારી પત્ની પર.....’
abpasmita.in | 01 Nov 2019 12:30 PM (IST)
સોના મહાપાત્રાએ એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, સિંગર સોનુ નિગમે કથિત રીતે તેના પતિને ફોન કર્યો હતો.
મુંબઈઃ ગાયક સોના મોહપાત્રાએ હાલમાં જ જણાવ્યું કે, સોનૂ નિગમે હાલમાં જ તેના પરિ રામ સંપંથને કોલ કરીને સોના પર ધ્યાન રાખવા માટે કહ્યું હતું. આ ટ્વીટ સોનાએ સોનૂ નિગમ વિરૂદ્ધ કર્યું છે. થોડા સમય પહેલા સોના મોહપાત્રાએ સોનૂ નિગમને #MeTooમાં આરોપી સિંગર અનુ મલિકનો સાથ આપવા માટે તેના પર નિશાન સાધ્યું છે. સોના મહાપાત્રાએ એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, સિંગર સોનુ નિગમે કથિત રીતે તેના પતિને ફોન કર્યો હતો. ફોનમાં એના પતિને કહ્યું કે તારી પત્ની સોનાને કંટ્રોલમાં રાખો. સોનાએ આ વાતને કેટલીક ટ્વીટ કરીને જણાવી હતી. સોનાએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, સોનુ નિગમે અનુ મલિકનો સાથ જાહેરમાં આપવાની ફાવટ આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 2018માં #MeToo અભિયાન શરૂ થયું ત્યારથી નવા નવા કાંડ ખુલતા જાય છે અને મહિલાઓ પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી રહી છે. કેટલીય મોટી મોટી હસતીઓના નામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે.