નવી દિલ્હીઃ વિશ્વના સૌથી કદાવર નેતાઓમાંના એક સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકન અભિનેત્રી લિન્ડસે લોહાનના અફેરની વાતોએ હવે ભારે જોર પકડ્યું છે. હાલમાં જ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેની નિકટતા ખુબ જ વધી રહી છે. અહેવાલ મુજબ સાઉદી ક્રાઉન પ્રિન્સ તેના પર્સનલ જેટમાં અભિનેત્રીને મળવા જાય છે અને ગિફ્ટ આપી રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી ક્રાઉન પ્રિન્સે લિન્ડસેને ભેટમાં એક ક્રેડિટ કાર્ડ પણ આપ્યું હતું.

જોકે, લોહાને રિપ્રેઝેંટેટિવે આ સમાચારોનું ખંડન કર્યું છે, તેમણે કહ્યું છે કે, બંને વચ્ચે માત્ર એકજ વાર મુલાકાત થઈ છે. એક વર્ષ પહેલાં ફોર્મૂલા વન ગ્રેડ પ્રિક્સ રેસ દરમિયાન બંને મળ્યાં હતાં. તેમણે એ વાતનું પણ ખંડન કર્યું છે કે, ક્રાઉન પ્રિંસે લિંડસેને કોઇ ક્રેડિટ કાર્ડ આપ્યું છે.



લિન્ડસેના પિતા માઇકલે જણાવ્યું હતું કે તેમની પુત્રી સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલમાન સાથે અલૌકિક અને આદરણીય સંબંધ ધરાવે છે. તેના બંન્ને વચ્ચેના રોમાન્સના સમાચારને પિતાએ ફગાવી દીધા હતા. એક વેબ સાથેની વાતચીતમાં માઇકલ લોહાને કહ્યું કે તેમની પુત્રી ક્રાઉન પ્રિન્સ સાથે કોઈ જ રિલેશનમાં નથી.

તેમણે જણાવ્યું કે, બંને માત્ર મિત્રો જ છે, લિંડસેની મધ્ય-પૂર્વમાં ઘણા પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા છે, કારણકે ત્યાં તેનું બહું ફેન ફોલોઈંગ છે. લિંડસે પ્રિંસને એમબીએસને કામ બાબતે મળી હતી. લિંડસે મધ્ય-પૂર્વના લોકોની ભલાઈ, ખાસ કરીને શરણાર્થિઓ માટે કામ કરી રહી છે.



તેણે કહ્યું કે, સીરિયામાં તે શું સારું કામ કરે છે તેના વિશે કોઈ લખતું નથી. દરેક જણ નકારાત્મક સમાચાર સાંભળવા માંગે છે. પ્રિન્સ સાથે તેના એક ગરિમાપુર્ણ સંબંધ છે, તેનાથી વધુ કંઇ નહીં. માઇકલ લોહને કહ્યું કે દીકરી લિન્ડસે પ્રિન્સને એક ખૂબ સારી વ્યક્તિ માને છે. તે સલામતી અનુભવે છે. તેની આસપાસ સારા લોકો છે અને તે કેવી રીતે વર્તવું તેની તેને સારી જાણ છે.

સઉદી ક્રાઉન પ્રિંસ વૉશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગ્ઝીની હત્યાના આરોપમાં ઘેરાયેલા છે. આ અંગે લોહાનના પિતાએ કહ્યું કે, હજું આમાંના કોઇ આરોપ સાબિત થયા નથી.