આ એક્ટ્રેસે amazon પર મંગાવ્યા 18,000 રૂપિયાના હેડફોન, બોક્સમાંથી નીકળ્યો ભંગાર
સોનાક્ષીની આ ટ્વિટ બાદ ઘણા લોકોએ એમેઝોનનો મજાક ઉડાવ્યો તો ઘણા લોકોએ એમેઝોનના જવાબ બાદ ટોણો મારતા કહ્યું હતું કે આ સારું લાગ્યું કે એમેઝોન આમ આદમી હોઈ કે સેલિબ્રિટી બધા સાથે આવી રીતે જ વાત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં AmazonHelp દ્વારા ટ્વિટર પર માફી માંગવામાં આવી હતી અને સોનાક્ષીની ટ્વિટનો જવાબ દેતા કહેવામાં આવ્યું હતું કે “ઓહ! આ અસ્વીકાર્ય છે. તમારા ઓર્ડર અને કસ્ટમર કેરના ખરાબ અનુભવ બદલ માફી માંગીએ છીએ. તમારી ડિટેલ્સ જણાવો જેથી અમે તમને મદદ કરી શકીએ”
સોનાક્ષી સિંહા એ તે બાદ ફરી એક ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “કોઈએ અઢાર હજાર રૂપિયાનો ભંગાર ખરીદવો છે? ચિંતા ના કરો આ હું વેચું છું ના કે @amazonIN એટલે તમને જે કીધું છે તે જ મળશે”
સોનાક્ષી એ ટ્વિટ કરતા લખ્યું હતું કે, “હેય @amazonIN ! જુઓ મારા @bose હેડફોનના બદલામાં મને શું મળ્યું! આ બરોબર પેક કરેલું બોક્સ જે ખૂલેલું પણ ના હતું પણ…ખાલી બહારથી. અને તમારા કસ્ટમર કેર વાળા પણ મદદ કરવા માટે તૈયાર ના હતા જે વધારે ખરાબ છે”
સોનાક્ષીએ એમેઝોન પર 18,000 રૂપિયાના બોસ કંપનીના હેડફોન પસંદ કર્યા હતા પરંતુ એમેઝોન હેડફોનની જગ્આએ ભંગાર ડિલિવર કરી દીધો હતો. જે બાદ સોનાક્ષી એ ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
નવી દિલ્હીઃ અવારનવાર તમે એવા સમાચાર વાંચ્યા હશે કે, ઓનલાઈન શોપિંગ કરતા સમયે મંગાવ્યું કંઈક બીજું અને હોય અને બોક્સમાં કંઈક અલગ જ નીકળે. અત્યાર સુધી સામાન્ય વ્યક્તિ આ ફ્રોડનો ભોગ બનતા હતા પરંતુ આ વખતે બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ઓનલાઈન શોપિંગમાં ફ્રોડનો ભોગ બની છે. સોનાક્ષીએ તેની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -