મુંબઈ: બૉલિવૂડ એક્ટર સની સિંહ અને એક્ટ્રેસ સોનાલી સિંહની ફિલ્મ જય મમ્મી દી. રિલીઝ થયાના 24 કલાકમાં જ ઑનલાઈન લીક થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને તમિલરૉકર્સે ઓનલાઈન લીક કરી દીધી છે. ઓનલાઈન લીક થતા ફિલ્મની કમાણી પર પણ અસર જોવા મળશે.
આ અગાઉ પણ તમિલરૉકર્સે બૉલિવૂડ અને સાઉથની અનેક ફિલ્મ ઓનલાઈન લીક કરી દીધી છે. તમિલરૉકર્સ આ પહેલા છપાક, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સહિત અનેક ફિલ્મો લીક કરી ચુક્યું છે.
‘જય મમ્મી દી’ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મનું નિર્દેશન નવજોત ગુલાટીએ કહ્યું છે.