કેટલાક ભક્તો સાંઈ બાબાનું જન્મસ્થળ શિરડી માને છે. શિરડી તેમનું કર્મસ્થળ પણ રહ્યું છે અને દેહત્યાગ પણ અહીં કર્યો હતો. જ્યારે કેટલાક લોકો તેમનું જન્મ સ્થળ શિરડી નથી માનતા. જેમાંથી એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ છે. આ તમામ વિવાદ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ વકર્યો છે. તેમણે કહ્યું હતું કે, પરભણી જિલ્લા નજીક પાથરી ગામમાં સાંઈ બાબાના જન્મ સ્થાન પર 100 કરોડના વિકાસ કામ કરવામાં આવશે. પાથરી ગામમાં આ પ્રોજેક્ટ પર કામ કરાશે.
શિરડી ગ્રામ સભાએ ફેંસલો કર્યો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે તેમનું નિવેદન પરત નહીં લે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ શિરડીના લોકોને રવિવારે બંધ પરત લેવાની અપીલ કરી છે. શિવસેના એમએલસી નીલમ ગોરે એક નિવેદન જાહેર કરી કહ્યું, આગામી સપ્તાહે મુખ્યમંત્રી શિરડીના લોકોને મળશે અને આ મામલાનું સમાધાન કરશે.
સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકરે કહ્યું કે, સાંઈ બાબાએ ક્યારેય તેમના જન્મ, ધર્મ, પંથ અંગે કંઈ જણાવ્યું નથી. બાબા સર્વધર્મ સમભાવના પ્રતીક હતા. ઉદ્ધવ ઠાકરેને ખોટી માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી પહેલા સાંઈ સત ચરિત્રનો અભ્યાસ કરે અને તે પછી કોઈ ફેંસલો લે. ખાંબેકરે કહ્યું, આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સાઈબાબાના જન્મસ્થાનને લઈ આવા નિવેદન આપી ચુક્યા છે.
સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત
INDvAUS: આજે ત્રીજી અને અંતિમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ