ઈટાલીમાં પ્રિંયકા-નિક સાથે સોનમ કપૂર અને આનંદે ખૂબ જ કરી મસ્તી, આ તસવીરો છે સાક્ષી
તસવીર જોઈને એ અંદાજ લગાવી શકાય છે કે આ મિત્રોએ એક બીજાની સાથે બહુ જ મસ્તી કરી હતી. એક તસવીરમાં સોનમ કપૂર કંઈક ખાઈ રહી હતી જ્યારે નિક જોનાસના હાથમાં ડ્રિંક છે.
આ સેલેબ્સની આ તસવીરો આજે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરા યલો સ્કર્ટ અને બ્યૂ ટોપમાં જોવા મળી હતી જ્યારે નિક જોનાસે મલ્ટી કલર શર્ટ પહેર્યો હતો. સોનમ કપૂર ડેનિમ અને ચેક શર્ટમાં જોવા મળી હતી.
આવું અમે નહીં પરંતુ આ સેલેબ્સની તસવીર જ કહી રહી છે જે સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાની ટીમે ઈસ્ટાગ્રામ પર સોનમ કપૂર, આનંદ આહૂજા, નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની સાથે મસ્તી કરતી તસવીરો પણ શેર કરી હતી.
ઈશા અંબાણી અને આનંદ પીરામલની એંગેજમેન્ટ સેરેમનીમાં હાજરી આપવા પ્રિયંકા ચોપરા પોતાતા મંગેતર નિક જોનાસની સાથે પહોંચી હતી. સાથે અભિનેત્રી સોનમ કપૂર પણ પતિ આનંદ આહૂજાની સાથે ઈટાલીમાં હતી. આ બન્ને હોટ કપલ્સે સગાઈ સેરેમની ઈન્જોય કરવાની સાથે એકબીજા સાથે પણ સમય વિતાવ્યો હતો.