આ એક્ટ્રેસે કહ્યું- 'થિયેટરના અંધારામાં એક યુવકે મારા બ્રેસ્ટ પકડી લીધા હતા'
સોનમ કપૂરે ન્યૂઝ18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે હું મારા મિત્રો સાથે મૂવી જોવા ગઇ હતી. ત્યારે અંધારામાં એક યુવકે પાછળથી આવીને મારા બ્રેટ્સ દબાવ્યા હતા.
સોનમે કહ્યું કે, આ ખૂબ તકલીફદાયક છે. આપણે આ મુદ્દાઓ પર વધુમાં વધુ મૂવી બનાવવી જોઇએ. સોનમ સાથે આ ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે અને અનુષ્કા શર્મા હતા.
મેં ત્યાં જ રડવાનું શરૂ કરી દીધું. જોકે, મે આ ઘટનાની કોઇને જાણ કરી નહોતી. અમે આખી ફિલ્મ જોઇ હતી. મેં વિચાર્યુ કે મે તો કાંઇ ખોટુ કર્યું નથી. મારી અનેક ફ્રેન્ડ્સ છે જેમની સાથે આવી ઘટનાઓ બની છે.
સોનમે જણાવ્યું કે, હું મારા મિત્રો સાથે રવીના ટંડન અને અક્ષય કુમારની મૂવી જોવા ગઇ હતી. અમે લોકો એક સાથે બેઠા હતા. ત્યારબાદ અમે લોકો નાસ્તો લેવા માટે થિયેટરમાંથી એકસાથે નીકળ્યા હતા. મારી ઉંચાઇ વધુ હોવાના કારણે હું સૌથી પાછળ હતી. ત્યારે એક યુવક આવ્યો અને તેણે મારા બ્રેસ્ટને પકડી લીધા. હું વિચારી શકતી નહોતી કે આ શું થઇ રહ્યું છે. હું કાંપવા લાગી હતી.
મુંબઇઃ બોલિવૂડની એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાની લાઇફના કડવા અનુભવોને શેયર કર્યા હતા. સોનમે જણાવ્યુ હતું કે, જ્યારે હું નાની હતી ત્યારે મારી છેડતી થઇ હતી. હું જ્યારે 13-14 વર્ષની હતી ત્યારે થિયેટરમાં એક યુવકે મને પાછળથી પકડી લીધી હતી.