'મુન્નાભાઇ 3'માં કામ કરવા એક્ટ્રેસ સોનમ કપૂરે મુકી આ વિચિત્ર શરત, સંજય દત્તની વધી શકે છે મુશ્કેલી
સોનમ કપૂરે મીડિયા સાથે મજાકિયા અંદાજમાં વાત કરતાં કહ્યું કે, હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે હું મુન્નાભાઇ 3માં કામ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે, ફિલ્મનું નામ મુન્નાભાઇ 3ની જગ્યાએ 'મુન્ની બહેન' હોય તો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરની આગામી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' 1લી ફ્રેબુઆરીએ રિલીઝ થઇ રહી છે.
ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા મુન્નાભાઇ 3માં એક્ટ્રેસ સોનમ કપૂરને લેવા માંગે છે. ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં સોનમની ભૂમિકાને જોઇને ઇમ્પ્રેસ થયેલા ડાયરેક્ટરે આ વાત કહી હતી.
નવી દિલ્હીઃ સુપરહિટ ફ્રેન્ચાઇઝી મુન્નાભાઇ એમબીબીએસની સિક્વલ મુન્નાભાઇ 3 આ વર્ષ જ ફ્લૉર પર આવશે, થોડાક દિવસો પહેલા જ એક્ટર અરશદ વારસીએ પાક્કી કન્ફર્મેશન આપી હતી. જોકે, હવે આ ફિલ્મમાં એક્ટ્રેસ સોનમ કપૂર દેખાઇ શકે છે, અને તેના માટે સોનમે એક શરત પણ મૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -