સોનમ કપૂરે આનંદ આહૂજા સાથે શીખ વિધિથી કર્યા લગ્ન, પ્રથમ તસવીર આવી સામે
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરે આજે આનંદ આહુજા લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. મુંબઈમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં સોનમ અને આનંદ લગ્નના બંધને બંધાયા હતા. લગ્નમાં સોનમ લાલ રંગના લહેંઘામાં જોવા મળી હતી. સોનમ અને આનંદના લગ્ન શીખ રિતિરિવાજ મૂજબ થયા. આ લગ્નમાં બોલિવુડમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા. લગ્ન બાદ પરિવાર તરફથી આ કપલની એક તસવીર જાહેર કરવામાં આવી છે જેમાં બંને એકબીજાને જોતા ખૂબ જ ખૂશ જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમે ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ તૈયાર કરેલો લહેંગો પહેર્યો હતો. લહેંગો ગોલ્ડન અને વ્હાઈટ કલરનો હતો. સોનમે તેની સાથે નેક્લેસ, ઝૂમખો, ટીકો અને કડું પહેર્યું હતું.
અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાની સંગીત સેરેમની સોમવારે રાતે સનટેક બીકેસીમાં યોજાઈ હતી. આ ફંક્શન માટે ડ્રેસ કોડ ઈન્ડિયન ફેસ્ટિવ શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો હતો.
સોનમ કપૂર સાત ફેરા ફરે તે પહેલા દુલ્હન બનીને સજ્જ થઈ ગઈ હતી જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્ન થવામાં હવે થોડી જ વાર છે ત્યારે અનિલ કપૂર જાનના સ્વાગત માટે તૈયાર થઈ ગયા છે. આવામાં અનિલ કપૂર હાથ જોડીને મહેમાનોનું અભિવાદન કરી રહ્યો છે.
મોટાભાગના સેલેબ્સ પણ ડ્રેસ કોડમાં સજ્જ થઈને આવ્યા હતા. જ્યાં સેલેબ્સે ખૂબ જ મસ્તી કરી હતી. જોકે આનંદ આહૂજાએ સોનમના ગાલ પર કિસ કરી હતી જેની તસવીર વાયરલ થઈ હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -