Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આજે સાંજે એકસાથે 6 ઇન્ડિયન ટીમોની થશે જાહેરાત, કેટલાક નવા ચહેરાઓને મળશે મોકો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપસંદગી સમિતિની બેઠક સાંજે પાંચ વાગે મુંબઇની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં થશે જેમાં બોર્ડના કાર્યકાર્રી સચિવ અમિતાભ ચૌધરી પણ હાજર રહેશે.
આફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત 14 જૂને બેગ્લુંરુમાં ટેસ્ટ મેચ રમશે. ત્યાબાદ જૂનના અંતમાં આયરલેન્ડ જશે ત્યાંથી ઇંગ્લેન્ડ માટે રવાના થશે.
આ ઉપરાંત સમિતિ ઇગ્લેન્ડ લાયન્સ અને વેસ્ટઇન્ડિઝ-એ ની સાથે રમાનારી વનડે ટ્રાઇ સીરીઝ માટે પણ ઇન્ડિયા-એ ટીમની પસંદગી કરશે. સાથે વેસ્ટઇન્ડિઝ-એની સાથે રમાનારી ચાર દિવસની બે ટેસ્ટ મેચોની સીરીઝ અને ઇંગ્લેન્ડ લાયન્સની સાથે રમાનારી એકમાત્ર ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા-એ ટીમની પસંદગી કરશે.
આફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચોમાં કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં નહીં રહે. તે તે સમયે ઇગ્લિંગ ક્રિકેટ કાઉન્ટી સર્રેની સાથે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હશે. તેની ગેરહાજરીમાં અજિંક્યે રહાણેને ટીમની કમાન મળવાનું લગભગ નક્કી છે. સાથે જ આ મેચ માટે કેટલાક નવા ખેલાડીઓને મોકો મળવાની પુરેપુરી સંભાવના છે.
મુંબઇઃ આફઘાનિસ્તાન વિરુદ્ધ જૂનમાં યોજાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે મંગળવારે ભારતીય ટીમની પસંદગી થવાની છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)એ એક નિવેદન આપીને આ વાતની માહિતી આપી છે. બોર્ડે સીનિયર પસંદગી સમિતિ આ બેઠકમાં આયરલેન્ડની સામે રમાનારી બે ટી-20 મેચોની સીરિઝ, ઇગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ-ત્રણ ટી-20 અને વનડે મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -