Pics: સોનમ કપૂરના લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાયો ભવ્ય બંગલો
આ સિવાય હજુ નજીકના મિત્રો પણ અનિલ કપૂરના ઘરે જોવા મળ્યા હતાં. સોનમ કપૂરનો બોયફ્રેન્ડ આનંદ આહૂજાના 7-8 મેના રોજ ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાશે.
આ દરમિયાન સોનમનો કઝિન મોહિત મારવાહ પણ પહોંચ્યો હતો. મોહિતની સાથે તેની પત્ની પણ જોવા મળી હતી. મોહિતના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતાં. આ લગ્નમાં હાજરી આપવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી જ્યાં તે પરત ફરીને મુંબઈ આવી નહોતી.
અનિલ કપૂરના ઘરની અંદરની તસવીરો હજુ સુધી બહાર આવી નથી પરંતુ તમે તસવીરમાં તેના ઘરની બહારનો નજારો જોઈ શકો છો.
દુલ્હનનો નાનો ભાઈ એટલે ગર્ષવર્ધન કપૂર ગેટ પર મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન કરણ જોહર હર્ષવર્ધન કેમેરામાં પોઝ આપતો જોવા મળ્યો હતો.
મુંબઈ: સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્નેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે રાતે અનિલ કપૂરના ઘરે મહેમાનોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી. જેની તસવીરો કેમેરામાં ક્લિક થઈ હતી.
તમે આ તસવીરમાં જે ઘર દેખાઈ રહ્યું છે કે તે અનિલ કપૂરના ઘરની તસવીર છે. તમે જોઈ શકો છો કે તેના ઘરને કેટલું સુંદર સજાવ્યું છે.
કરણ જોહર જ્યારે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો ત્યારે હર્ષ ગેટ પર તેણે રીસિવ કરવા પહોંચ્યો હતો.
સોનમ કપૂરના લગ્નને લઈને શુક્રવારે અનિલ કપૂરનું ઘર સજાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનમના લગ્નની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે અને આ માટે આજે અનિલ કપૂરના ઘરે પરિવારજનો અને ખાસ મિત્રો આવ્યા હતાં.