IPL-11: પૃથ્વી શોએ KKR વિરૂદ્ધ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ક્યા ખેલાડીએ કેટલી ઉંમરે લગાવી હાફ સેન્ચુરીઃ 18 વર્ષ, 169 દિવસ-પૃથ્વી શો (2018), 18 વર્ષ, 169 દિવસ-સન્જૂ સેમસન (2013), 18 વર્ષ, 212 દિવસ-ઋષભ પંત (2016), 18 વર્ષ, 299 દિવસ-ઈશાન કિશન (2017), 19 વર્ષ, 001 દિવસ, શ્રીવત્સ ગોસ્વામી (2008), 19 વર્ષ, 253 દિવસ-મનીષ પાંડે, (2009)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે 18 વર્ષ, 169 દિવસની ઉંમરમાં આ ઉપલબ્ધિ મેળવી છે. રસપ્રદ વાત એ છે કે 2013માં સન્જૂ સેમસને આ જ ઉંમરે હાફ સેન્ચુરી ફટકારી હતી. સૌથી ઓછી ઉંમરે હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ હવે બન્નેના નામે નોંધાઈ ગયો છે. ત્યાર બાદ આ યાદીમાં ઋષભ પંત, ઇશાન કિશન, શ્રીવત્સ ગોસ્વામી અને મનીષ પાંડેનું નામ સામેલ છે.
પૃથ્વી શો 44 બોલમાં શાનદાર 62 રન બનાવીને આઉટ થયા હાત. પૃથ્વી શોએ શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રમતા આ ઉપલબ્ધિ મેળવી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી ડેયરડેવિલ્સ ટીમના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ આઈપીએલની 11મી સીઝનમાં પોતાના બીજા જ મેચમાં હાફ સેન્ચુરી લગાવીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. તે આ ટૂર્નામેન્ટમાં હાફ સેન્ચુરી લગાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. પૃથ્વી શોએ માત્ર 38 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -