પરેશ રાવલ સાથેની આ નાની છોકરી અત્યારે છે બૉલીવુડની હૉટેસ્ટ સ્ટાર, જાણો કોણ છે.....
નોંધનીય છે કે, આલિયા ભટ્ટ આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આલિયાની સાથે અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર દેખાશે.
હાલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્ને વચ્ચે અફેરની ચર્ચાના સમાચારો વહેતા થયા છે. કહેવાઇ રહ્યુ છે કે બન્ને ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઇ જશે.
ફોટાને શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ઓહ માય ઓહ માય કિતને સાલ બિત ગયે.... તમન્ના મેં આલિયા, બહુત પુરાની બાત નહીં હુઇ હૈ....
ખરેખરમાં, પરેશ રાવલ સાથે ફોટામાં ક્યૂટ આલિયા ભટ્ટ છે. આ આલિયા ભટ્ટની બાળપણની તસવીર છે. આ ફોટાને તેની મમ્મી સોની રાજદાને શેર કર્યો છે.
મુંબઇઃ આજકાલ સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, આ ફોટામાં અભિનેતા પરેશ રાવલની સાથે એક ફ્રૉક પહેરેલી નાની છોકરી દેખાઇ રહી છે. જેના પર હજારો લોકોએ કૉમેન્ટ કરીને પુછ્યુ છે કે આ કોણ છે, જેના કારણે આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે.