મોડાસામાં ઓરી-રૂબેલાની રસી લીધા પછી બાળકનું મોત થયાનો આક્ષેપ, અધિકારીએ શું કહ્યું? જાણો વિગત
જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર, ઓરી રૂબેલાની રસીથી બાળકનું મોત નથી થયું. તેમણે જણાવ્યું હતું કે, બાળકની તબિયત પહેલેથી જ ખરાબ હતી. રસીને લઈને આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રસીની કોઈ આડઅસર થતી નથી. રસી ભારતમાં જ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહતો અને બાળકનું મોત થયું હતું. જેના પગલે બાળકના માતા-પિતા શાળાએ દોડી આવ્યા હતા અને રસીના કારણે બાળકનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
રસીકરણ બાદ વિદ્યાર્થી બિમાર પડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રસી અપાયા બાદ બાળક બીમાર પડ્યો હતો અને તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા ચાર દિવસથી તેની સારવાર ચાલુ હતી.
મોડાસાઃ સરકાર દ્વારા 15 જૂલાઈથી એક મહિના માટે ‘ઓરી-રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત 9 મહિનાથી 15 વર્ષ સુધીના બાળકોને ઓરી-રૂબેલા વિરોધી રસી આપવામાં આવી રહી છે. અરવલ્લીના ભીલોડામાં આરી-રૂબેલા રસી લીધા બાદ ચોથા દિવસે જ વિદ્યાર્થીનું મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -