મુંબઈ: સિંઘમ અને સિમ્બા બાદ પોલીસની પૃષ્ઠભૂમિ પર આધારિત રોહિત શેટ્ટીની ત્રીજી ફિલ્મ ‘સૂર્યવંશી’ નો ફર્સ્ટલૂક જાહેર કરવામાં આવ્યો છે. અક્ષય કુમારે રણવીર સિંહ અને અજય દેવગન સાથે ફિલ્માં પોતાની ભૂમિકાની તસવીર શેર કરી છે.

અક્ષયે ટ્વિટ કર્યું કે, આ કૉપ યૂનિવર્સના દેસી એવેન્જર્સ છે ! સિંઘમથી સિમ્બા અને હવે સૂર્યવંશી. હવે માત્ર ફટાકડા જ નહીં પણ 27 માર્ચે મોટો ધમાકો થવાનો છે.


આ ફિલ્મમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં છે. તેની ભૂમિકા સિમ્બા ફિલ્મના અંતમાં ક્લાઈમેક્સ સીન બાદ એટીએસ અધિકારી વીર સૂર્યવંશી તરીકે દર્શાવામાં આવી હતી. સૂર્યવંશીમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે.