મુંબઈ: ફિલ્મનાં એક સીન માટે અભિનેત્રી અને અભિનેતાઓને શું-શું કરવું પડી રહ્યું છે તે પોતે ના કહે ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં. તેમના શબ્દોમાં સાંભળીએ ત્યારે સાચી હકીકત ખબર પડે છે. ફિલ્મોમાં ન્યૂડ સીન આપવાનું સૌથી અઘરું કામ હોય છે. હાલમાં જ બોલ્ડ સીન આપીને એક અભિનેત્રી જોરદાર ચર્ચામાં આવી છે.
સાઉથની જાણીતી અબિનેત્રી અમલા પોલે હાલમાં ઘણાં ખુલાસા કર્યાં છે. તેણે ન્યૂડ સીન સાથે જોડાયેલી એક વાત શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, 15 લોકો સામે ન્યૂડ સીન કરવું એ કેટલું અઘરું હતું અને કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી.
અમલા પોલે ‘અદાઈ’ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન આપ્યા છે. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં અભિનેત્રીની ન્યૂડ સીનની એક ઝલક જોવા મળી છે. હાલમાં તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યૂડ સીન પાછળની આખી કહાની સંભળાવી હતી.
તેણે જણાવ્યું હતું કે, હું આ સીનને લઈને ખુબ નર્વસ હતી. હું એ બધું જાણીને હેરાન હતી કે સેટ પર શું-શું થવાનું છે અને કેટલા લોકો સેટ પર હાજર હશે. શું ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા હશે કે નહીં? મને હેરાન જોઈને ડાયરેક્ટર રત્ના કુમારે કહ્યું હતું કે, હેરાન થવાની કોઈ જરૂર નથી, તું સીન પહેલા એક સ્પેશિયલ કપડાં પહેરી લેજે.
અમાલા પોલે કહ્યું હતું કે, શુટ દરમિયાન ડાયરેક્ટરે માત્ર 15 લોકો જ સેટ પર રાખ્યા હતા. જો હું ક્રુ મેમ્બર પર ભરોષો ના કરતી તો ક્યારેય આ સીન ના કરી શકી હોત. અમાલા પોલે આગળ એમ પણ કહ્યું હતું કે, હું અદાઈ ફિલ્મ પહેલા એક્ટિંગ છોડવાનું વિચારતી હતી. કારણ કે જે પણ ફિલ્મ માટે ઓફર આવતી એ બધી ફિલ્મો મને ખોટી કહાની વાળી લાગતી હતી.
15 લોકોની સામે મારે બધાં કપડાં ઉતારીને...... : કઈ જાણીતી અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
abpasmita.in
Updated at:
09 Jul 2019 11:48 AM (IST)
અમલા પોલે ‘અદાઈ’ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન આપ્યા છે. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં અભિનેત્રીની ન્યૂડ સીનની એક ઝલક જોવા મળી છે. હાલમાં તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યૂડ સીન પાછળની આખી કહાની સંભળાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -