હૈદરાબાદ: વિશ્વમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રોગની મહામારીના કારણે ઘણી મોટો આર્થિક સહાયની પણ જરૂર પડી રહી છે ત્યારે ફિલ્મ સ્ટાર્સથી લઈને ખેલ જગતા ખેલાડીઓ સહાય માટે આગળ આવી રહ્યા છે. બોલીવૂડમાંથી સલમાન, શાહરૂખ જેવા મોટા સ્ટાર્સ તરફથી દાન કરવાના કોઈ રિપોર્ટ હજુ સુધી સામે નથી આવ્યા ત્યારે સાઉથના સુપરસ્ટાર્સ સતત મદદ કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર્સ આ મહામારી સામેની લડાઈમાં સરકાર અને પીડિતોની સાથે ઉભા છે.

સાઉથના સુપરસ્ટાર્સ પવન કલ્યાણે બે કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.



સાઉથના પ્રખ્યાત અભિનેતા મહેશબાબુએ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.



ચિરંજીવીના દિકરા રામચરને આ મહામારી સામે લડવા માટે 70 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.



ચિરંજીવીએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મ એમ્પોઈઝ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયાનો 50 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે.

સાઉથના સુપરસ્ટાર કમલ હાસને પોતાના ઘરને જનસેવા માટે ખુલ્લું મુકી દિધુ છે. તેમણે પોતાના ઘરે પીડિતો માટે અસ્થાયી હોસ્પિટલ બનાવી છે.