સાઉથના આ સુપરસ્ટાર પાસે 3000 કરોડની સંપત્તિ, બે વાર કર્યાં લગ્ન ને બોલીવુડની હોટ એક્ટ્રેસ સાથે પણ અફેર, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગાર્જુન પાસે અનેક લક્ઝરીયસ કારનો કાફલો છે જેમાં રોલ્સ રોયસ, બેંન્ટલે, બીએમ ડબલ્યુ, રેન્જ રોવર અને પોર્શ સામેલ છે. નાગાર્જુને કરિયરની શરૂઆત બાળલાકાર તરીકે કરી હતી. ૧૯૬૭ની એક ફિલ્મમાં તેના પિતાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મમાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.
નાગાર્જુનનું નામ અનેક બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ સાથે ચર્ચાઇ ચૂક્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ તબુ સાથેના સંબંધો ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, નાગાર્જુન અને તબુ લગ્ન કરવા માંગતા હતા પરંતુ નાગાર્જુન મેરિડ હોવાના કારણે તેઓ પરણી શક્યા નહોતા.
આ ઉપરાંત તે અન્નપૂર્ણા સ્ટૂડિયો પ્રોડકશન કંપનીનો માલિક છે. આ સ્ટુડિયો લગભગ ૭ એકરમાં ફેલાયેલો છે.તે નાગાર્જુન અન્પૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ મીડિયાનો પ્રેસિડન્ટ પણ છે. એટલું જ નહીં તે એમએનએન રિયલિટી એન્ટરપ્રાઇઝનો ફાઉન્ડિંગ પાર્ટનર પણ છે.
નાગાર્જુનની કરિયર પર વાત કરવામાં આવે તો તે સાઉથમાં સફળ રહ્યો છે પરંતુ બોલિવૂડમાં તે કાંઇ ખાસ કરી શક્યો નથી. તે એક્ટિંગની સાથે સાથે અનેક અન્ય બિઝનેસમાંથી પણ કરોડોની કમાણી કરે છે. તેનું પોતાનું પ્રોડકશન હાઉસ પણ છે. રિપોર્ટ પ્રમાણે, નાગાર્જુનનો હૈદરાબાદના જુબલી હિલ્સમાં લગભગ રૂા. ૪૦ કરોડની કિંમતનો બંગલો છે.
મુંબઇઃ તાજેતરમાં જ 3000 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી ધરાવતા સાઉથના સુપરસ્ટારે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપસ્ટાર નાગાર્જુનની જેણે 29 ઓગસ્ટે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. નાગાર્જુન સાઉથનો સુપરસ્ટાર એક્ટર છે. તેણે અનેક સાઉથની ફિલ્મોની સાથે સાથે બોલિવૂડની પણ ફિલ્મો કરી છે. નાગાર્જુન 3000 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તે સિવાય અનેક લક્ઝરિયસ કારોનો માલિક પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -