બોલિવૂડના જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન, કોરોનાથી થયા હતા સંક્રમિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2020 01:46 PM (IST)
ગુરુવારે જ ચેન્નઈની એમજીએએમ હેલ્થકેર હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

નવી દિલ્હીઃ બોલિવૂડના દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 5 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું આજે બપોરે 1-04 કલાકે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ગુરુવારે જ ચેન્નઈની એમજીએએમ હેલ્થકેર હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. 74 વર્ષના એસપી બાલાસુબ્રમણ્યમે હિંદી ફિલ્મોના ગીતોમાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી હતી. 1989માં આવેલ સલમાન ખાન-ભાગ્યશ્રી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’માં સલમાન ખાનના તમામ ગીત એસપી બાલાસુબ્રમણ્યમને ગાયા હતા, જે સુપરહિટ સાબિત થયા હતા. ત્યાર બાદ તેમણે સલમાનની કારકિર્દીની શરૂઆતના તમામ ગીત તેમણે ગાયા અને ઘણાં વર્ષો સુધી સલમાન ખાનનો અવાજ તરીકે ઓળખાતા રહ્યા. ત્યાર બાદ પણ એસપી બાલુસબ્રમણ્યમે અનેક હિંદી ફિલ્મોમાં જુદા જુદા સ્ટાર માટે પોતાનો અવાજ આપ્યો. કહેવાય છે કે, એસબી બાલાસુબ્રમણ્યમે અત્યાર સુધીમાં 16 ભાષાઓમાં 40,000થી પણ વધારે ગીત કાયા છે અને તેમણે ચાર ભાષાઓ- તેલુગૂ, તમિલ, કન્નડ અને હિંદી ગીતો માટે 6 વખત શ્રેષ્ઠ ગાયક તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમને ભારત સરકર તરફથી 2001માં પદ્મશ્રી અને 2011માં પદ્મભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.