નવી દિલ્હીઃ ભારતમાં પબજીના લાખો ચાહકો ભારતમાં છે, પબજીને સરકાર દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવતા આ લોકોની આશાને મોટો ફટકો લાગ્યો છે, ભારતમાં પબજીની વાપસી મુશ્કેલ લાગી રહી છે. પરંતુ કેટલાક રિપોર્ટ પ્રમાણે પબજીની ભારતમાં વાપસીની અટકળો તેજ થઇ છે. પબજીએ બેન બાદ ચાઇનીઝ કંપની ટેનસેન્ટ સાથે પાર્ટરનશીપ ખતમ કરી દીધી છે.
ખરેખરમાં ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ પૉપ્યુલર ગેમ પરથી બેન હટાવવાના મૂડમાં દેખાઇ રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો ટેનસેન્ટની સાથે પાર્ટનરશીપ ખતમ કરવા જ ભારતમાં ગેમ પર બેન હટવા માટે કાફી નથી. આનો અર્થ એ છે કે જો સરકાર ઇચ્છે તો પબજી પરથી બેન હટાવી શકે છે.પરંતુ હાલ આની સંભાવનાઓ ઓછી છે. સુત્રોનુ માનીએ તો મિનિસ્ટ્રી ઓફિશિયલ્સની વચ્ચે બેન કરવામાં આવેલી કોઇપણ એપ પર કોઇપણ પ્રકારની વાતચીત નથી થઇ રહી.
જિઓની સાથે થઇ શેક છે પાર્ટનરશીપ?
વળી આ મામલે પબજી ભારતમાં રિલાયન્સ જિઓની સાથે મળીને વાપસી કરવાની આશા રાખવામાં આવી રહી છે. PUBG મૂળ રીતે સાઉથ કોરિયન કંપની બ્લૂ હૉલ સ્ટૂડિયોની ગેમ છે, ખાસ વાત છે કે પ્રતિબંધ લાદ્યા બાદ કંપનીએ ચીની કંપની ટેન્સેન્ટ પાસેથી બ્લૂ હૉલ સ્ટૂડિયોએ PUBG મોબાઇલની ફ્રેન્ચાઇજી પાછી ખેંચી લીધી છે, અને હવે રિલાયન્સ જિઓ પાસે લૉન્ગ ટર્મ પાર્ટનરશીપ માટે વાત ચાલી રહી છે.
જિઓની સાથે થઇ શકે છે ડીલ પાક્કી...
બ્લૂ હૉલ સ્ટૂડિયોના એક બ્લૉગ પૉસ્ટ દ્વારા ખબર પડી છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રીબ્યૂશન માટે રિલાયન્સ જિઓ સાથે ડીલ કરી રહી છે. અત્યારે ડીલની શરૂઆત થઇ છે. જોકે હજુ આને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
શું ભારતમાં પ્રતિબંધિત થયેલી PUBG પાછી આવશે? સામે આવી મોટી જાણકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 11:15 AM (IST)
ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ પૉપ્યુલર ગેમ પરથી બેન હટાવવાના મૂડમાં દેખાઇ રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો ટેનસેન્ટની સાથે પાર્ટનરશીપ ખતમ કરવા જ ભારતમાં ગેમ પર બેન હટવા માટે કાફી નથી. આનો અર્થ એ છે કે જો સરકાર ઇચ્છે તો પબજી પરથી બેન હટાવી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -