✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીના મોત અંગે કેમ ચૂપ છે શ્રીની બહેન, જીજાજીઓ કર્યો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 07:42 AM (IST)
1

નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.

2

શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.

3

સંજયે જણાવ્યું હતું કે,’શ્રીલતા સાથે મારા લગ્નને 28 વર્ષ થઈ ચૂક્યાં છે. શ્રીદેવીનું અવસાન એ અમારા માટે એક આંચકો છે. કપૂર પરિવાર સાથે અમારા રિલેશન ખૂબ સારા રહ્યાં હતાં. મારી પત્ની શ્રીદેવીના અવસાન પર દુખના કારણે ચૂપ છે. શ્રીદેવી હંમેશ માટે અમારા પરિવારનો ભાગ રહેશે. અમે આ દુખી ઘટનામાં બોની કપૂર સાથે છીએ.’

4

એક રિપોર્ટ અનુસાર સંજયે જણાવ્યું હતું કે,’મારી પત્ની શ્રીલતા પર અનેક આરોપ લાગ્યાં છે. એવું કહેવામાં આવે છે કે તેણે શ્રીદેવીની સમગ્ર પ્રોપર્ટી પચાવી પાડી છે. શ્રીદેવીના મોત પર ચૂપ રહેવાના કારણે લોકો મન ફાવે તેવાં અનેક પ્રકારના મતલબ નીકાળી રહ્યાં છે. આ દરેક આરોપ ખોટા છે.’

5

મુંબઈઃ શ્રીદેવીના મોતને લગભગ બે સપ્તાહનો સમય થઈ ગયો છે. હાલમાં તેના ચેન્નઈ સ્થિત તેના પરિવારજનોએ મૌન તોડ્યું હતું. સૌથી પહેલા ખુદ શ્રીદેવીના અંકલ સામે આવ્યા હતો બાદમાં હવે શ્રીદેવીની બહેન શ્રીલતાના પતિ સંજય રામાસ્વામીએ આ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીના મોત અંગે કેમ ચૂપ છે શ્રીની બહેન, જીજાજીઓ કર્યો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.