✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્ણ, પંચમહાભૂતમાં વિલીન થયો પાર્થિવ દેહ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2018 02:19 PM (IST)
1

શ્રીદેવીની બોડીને તિરંગામાં લપેટવામાં આવી હતી. તેની આજુબાજુ બોની કપૂર અને પરિવારજનો ઉભા હતા.

2

મુંબઈઃ બૉલીવુડની એક્ટ્રેસ શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્ણ થઇ ચૂકી છે, શ્રીદેવીનો દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયો છે. અંતિમ વિધિમાં તમિલનાડુથી પંડિતને બોલાવવામાં આવ્યા અને દક્ષિણ ભારતીય રીવાજ અનુસાર શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સફેદ ફુલોથી સજાયેલા ટ્રકમાં બોની કપૂર, અર્જુન કપૂર, સંજય કપૂર સહિત આખો પરિવાર હાજર છે. ટ્રક પાછળ કેટલાક બોલિવૂડ સ્ટાર અને હજારો લોકોની ભીડ છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલો છે. અનિલ અંબાણી, શાહરૂખ ખાન, સતીષ કૌશિક સહિતના સેલેબ્સ પણ અંતિમ યાત્રામાં જોડાયા છે.

3

શ્રીદેવીની અંતિમ યાત્રા માટે ટ્રકને પણ સફેદ ફૂલોથી શણગારવામાં આવી હતી.

4

દુબઈમાં શ્રીદેવીની બોડીના ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તેનું મોત બાથટબમાં ડૂબી જવાથી થયું. દુબઈના લોકલ મીડિયા રિપોર્ટ્સ મુજબ બાથરૂમમાં નિયંત્રણ ગુમાવી દેવાથી શ્રીદેવી પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી અને ડૂબવાથી તેનું મોત થયું. શ્રીદેવી એક પારિવારિક લગ્ન સમારંભમાં હાજરી આપવા પરિવાર સહિત દુબઈ ગઈ હતી.

5

બોલીવુડ એક્ટ્રેસનો પાર્થિવ દેહ લોખંડવાલા સ્થિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં આવી પહોંચ્યા બાદ અંતિમ દર્શન માટે ફિલ્મી સિતારા, ચાહકો ઉમટી પડ્યા હતા. ઘણા ફિલ્મી સિતારાઓ શ્રીદેવીની શ્રદ્ધાંજલિ આપી ભાવુક થયા હતા. શ્રીદેવીના પાર્થિવ દેહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.

6

શ્રીદેવીની અંતિમ ઝલક મેળવવા સ્પોટ્સ ક્લબથી સ્મશાન ગૃહ સુધી ચાહકો ઉમટી પડ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્ણ, પંચમહાભૂતમાં વિલીન થયો પાર્થિવ દેહ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.