MP પેટાચૂંટણી: શિવરાજસિહંને ઝટકો, કૉંગ્રેસે જીતી બંન્ને બેઠક
ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાની મુંગાવલી અને શિવપુરી જિલ્લાના કોલારસ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસે બન્ને સીટ પર જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ ચૂંટણીને ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવે છે. બન્ને બેઠકો પર 24 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, કોલારસમાં 70.40% અને મુંગાવલીમાં 77.05% મતદાન થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંગાવલી બેઠકઃ- 2013માં આ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્ર સિંહ કાલુખેડા જીત્યા હતા, સપ્ટેમ્બર 2017માં તેનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી, કોંગ્રેસના વૃજેન્દ્ર સિંહ યાદવે ભાજપના બાઇ સાહબ યાદવને બે હજારથી વધુ વોટના અંતરથી હરાવ્યાં છે.
નોંધનીય છે કે, મુંગાવલી અને કોલારસ બેઠક ગુના લોકસભા હેઠળ આવે છે, અહીંથી જ્યોતિરાદિત્ય સિંધિયા સાંસદ છે. બન્ને બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના છે. સિંધિયાએ બન્ને ઉમેદવારો માટે જબરદસ્ત પ્રચાર કરતાં તાબડતોડ 75 રેલીઓ કરી હતી.
બીજીતરફ ભાજપે આ બન્ને બેઠકો માટે પુરેપુરી તાકાત અજમાવી દીધી હતી, જ્યોતિરાદિત્ય સિંધિયાની સરખામણીમાં ફોઇ યશોધરા રાજે સિંધિયાને પ્રચારમાં ઉતાર્યા હતા, સીએમે અહીં 45 સભાઓ કરી હતી.
કોલારસ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, આ બેઠક પણ કોંગ્રેસે જીતી લીધી છે. કોંગ્રેસે રામસિંહના પુત્ર મહેન્દ્ર સિંહે ભાજપે દેવેન્દ્ર કુમારને હરાવ્યા છે. ધારાસભ્ય રામસિંહ યાદવનું નિધન થતા બેઠક ખાલી પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -