ચેન્નઈમાં યોજાઈ શ્રીદેવીની પ્રાર્થનાસભા, નજીકના સંબંધીએ કર્યા ચોંકાવનારા ખુલાસા!
જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાને કારણે શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. તે પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, આ દરમિયાન શ્રીદેવી ખૂબ જ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહી હતી અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે તેમણે પ્રૉપર્ટી સુદ્ધાં વેચી દીધી હતી. આ જ કારણ હતું કે, તેમણે કપરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું.
સાઉથના સુપરસ્ટાર અજિત કુમાર પત્ની શાલિની સાથે શ્રીદેવીના ઘરે પહોંચ્યો હતો. અજિતે શ્રીદેવીની કમબેક ફિલ્મ ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ની તમિલ રીમેકમાં અમિતાભ બચ્ચનનો રોલ પ્લે કર્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અજિત અને શાલિનીની તસવીર શેર કરી.
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શ્રીદેવીની પ્રાર્થના સભાની તસવીર શેર કરી છે.
એક ચેનલ સાથે ઈન્ટરવ્યૂમાં શ્રીદેવીના અંકલે તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, બોની કપૂરની કેટલીક ફિલ્મો પિટાઈ ગયા બાદ પરિવાર આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો.
ચેન્નઈઃ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર શ્રીદેવીની યાદમાં ફરી એક વખત સેલિબ્રિટીઝ ભેગા થયા હતા. રવિવારે ચેન્નઈના અલવરપેટ સ્થિત શ્રીદેવીના ઘર પર પ્રેયરમીટનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં કપૂર ખાનદાનની સાથે સાથે અયપ્પન અને મારવાહ પરિવાર પણ હાજર હતો. બોની કપૂરની સાથે અમર સિંહ પણ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -