✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવી દીકરી જ્હાન્વીને હીરોઈન નહિ આવી જોવા માંગતી હતી....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2018 11:45 AM (IST)
1

નવી દિલ્હીઃ શ્રીદેવીના આકસ્મિત નિધનની સૌથી વધારે અસર તેની બન્ને દીકરીઓ જ્હાન્વી અને ખુશી પર પડશે. જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ‘ધડક’ આ વર્ષે રિલીઝ થવાની છે, પરંતુ શ્રીદેવી તેને જોઈ નહીં શકે. શ્રીદેવી પોતાની બન્ને દીકરીઓના દરેક સપના પૂરા કરવા માગતી હતી. તેણે દીકરીની પ્રથમ ફિલ્મ માટે બધી જ શક્ય મદદ કરી હતી, પરંતુ એક સામાન્ય માતાની જેમ જ તેની પણ ઇચ્છા હતી કે તેની દીકરીઓ સમય પર પરણી જાય.

2

એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું, જ્હાન્વી ફિલ્મોમાં કરવા માગે છે, હું એ વાતથી ખુશ નથી. મારો એ મતલબ નથી કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખરાબ છે પરંતુ માં-બાપની જેમ પહેલા હું જ્હાન્વીનું દુલ્હન બનતા જોવા માગુ છું. પરંતુ જ્હાન્વી એક્ટિંગ કરવામાં ખુશ છે તો અમે તેની સાથે છીએ. જો તે એક સારી એક્ટર સાબિત થશે તો મને તેના પર ગૌરવ થશે.

3

આ ઈન્ટરવ્યુ પછી શ્રીદેવીની ખાસ્સી ટીકા થઈ હતી અને શ્રીદેવીએ સ્પષ્ટતા પણ કરવી પડી હતી કે જ્હાન્વીના કરિયરથી તેને કોઈ સમસ્યા નથી. ઈન્ટરવ્યુમાં શ્રીદેવીએ કહ્યું હતું કે તેમના માટે તેમની દીકરીઓ સૌથી વધુ મહત્વ ધરાવે છે. તે ત્રણેય ઘણા સારા મિત્રો છે અને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અમારુ આખુ રૂટિન એકબીજા સાથે જ વીતે છે. રાત્રે હું ગમે તેટલી મોડી આવુ, તે બંને મારી રાહ જોતી હોય છે અને અમે મોડી રાત સુધી મૂવીઝ જોઈએ છીએ.

4

શ્રીદેવીને તેની દીકરીઓ સાથે ફરવા જવુ ખૂબ જ પસંદ હતુ. એક વખત તેમના ફોટોઝ પર અશ્લીલ કોમેન્ટ્સ આવવા માંડી ત્યારે ખુશીએ તેનો વિરોધ કર્યો હતો અને બોડી શેમિંગ અંગ ફેસબુક પર પોસ્ટ લખી હતી. શ્રીદેવીએ જવાબમાં લખ્યું હતું કે તેની દીકરીઓને આટલી સ્ટ્રોંગ અને શાર્પ વુમન બનતા જોઈને તે ખૂબ જ ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ તેની દીકરીઓ માટે પોતાની કારકિર્દીનો ભોગ આપી દીધો હતો. શ્રીદેવીનું કરિયર 1996 સુધી સારુ ચાલી રહ્યું હતું. એ જ વર્ષે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. આ પગલુ તેણે દીકરી જ્હાન્વી માટે ઊઠાવ્યું હતુ.

5

1996માં શ્રીદેવી પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. ત્યાર પછી પરિવાર પર ફોકસ કરવા માટે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગુડબાય કરી દીધુ હતુ. કેટલાક વર્ષો પછી તેની બીજી દીકરી ખુશીનો જન્મ થયો. ત્યાર બાદ શ્રીદેવી 15 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી. 2012માં ઈંગ્લિશ વિંગ્લિશથી તેણે કમબેક કર્યું હતુ. શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે- મેં મારી દીકરીઓ ખાતર કારકિર્દીમાં મોટો બ્રેક લીધો. મારે તેમનું ધ્યાન રાખવાનું હતુ. હું ફિલ્મોની શૂટિંગ માટે વધારે હૈદ્રાબાદ રહી છુ. મારી દીકરીઓએ હૈદ્રાબાદ ખાસ્સો સમય વીતાવ્યો છે અને તેમના માટે હૈદ્રાબાદ ઘર જેવુ જ છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવી દીકરી જ્હાન્વીને હીરોઈન નહિ આવી જોવા માંગતી હતી....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.