મુંબઈઃ આર્યન ખાને 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જનારા ક્રૂઝ શિપમાં થનારી ડ્રગ પાર્ટીથી સંબંધ હોવા માટે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન ખાનની પાસે કોઈ ડ્રગ્સ જપ્ત થયુ નથી. આર્યન ખાનની ધરપકડ બાદથી સતત તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાનના સપોર્ટમાં સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રી આવી રહી છે પરંતુ આ દરમિયાન શાહરૂખ સાથે કામ કરી ચુકેલા એક્ટર પુનિત વશિષ્ઠે તેના પર નિશાન સાધ્યું છે.


પુનિત વશિષ્ઠ, શાહરૂખ ખાન સાથે ફિલમ જોશમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2000માં રજૂ થઈ હતી. તે બે દિવસ પહેલા એનસીબીની ઓફિસ બહાર જોવા મળ્યો હતો. જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, ખાને છેલ્લા 27 વર્ષથી તેનો બહિષ્કાર કર્યો છે. હવે ભગવાન તેમનો બહિષ્કાર કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે, હું જોશ, ક્યા કહેનામાં હતો. મેં આ બધામાં ભાગ લીધો નહોતો,. તેથી 27 વર્ષ સુધી આ લોકોએ મારો બહિષ્કાર કર્યો છે હવે ભગવાને તે બધાનો બહિષ્કાર કર્યો છે.




બુધવારે સાંજે સલમાન એક્ટરના ઘરે તેમને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. સોશ્યલ મીડિયા પર સલમાન ખાનના મન્નત પહોંચ્યાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  ક્રુઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર થયેલી સુનાવણી દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) અને આર્યનના વકિલ વચ્ચે ભારે  દલીલ બાજી થઇ હતી. જો કે દલીલો અધૂરી રહેતા કોર્ટે સુનાવણી મોકૂફ રાખી હતી. આથી આર્યનને વધુ એક રાત જેલમાં વિતાવવી પડી છે.


એનસીબી વતી વિશેષ સરકારી વકિલ એએમ  ચિમાલકર અને અદ્વૈત સેઠનાએ દલીલ કરી હતી. જ્યારે આર્યન વતી વરિષ્ઠ વકિલ અમિત દેસાઇ અને સતીષ માનશિંદેએ દલીલ કરી હતી. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ તરફથી આર્યન પર  ઇનટેનશનલ ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવાયો હતો. સિંહે કોર્ટમાં જણાવ્યું હતું કે આખો દેશ કેફી દ્રવ્યની તસ્કરી અને સેવનને લઇ ચિંતિત છે. સમાજમાં એક ગંભીર અપરાધ છે. અવારનવાર પાર્ટીઓ યોજાય છે. ડ્રગ્સનું સેવન થાય છે જેમાં કોલેજના સ્ટુડન્ટસ પણ સામેલ થાય છે. આ બાબત ચિંતાનો વિષય છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે આર્યન ખાનને ઇવેન્ટમાં આમંત્રિત કરાયાની વાત પર  વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આમંત્રણ ક્યાં  છે? આ દર્શાવવા માટે પંચનામા અને વોટ્સએપ ચેટ પણ રજૂ કરી શકીએ છીએ જેના પરથી જાણી શકાય કે એ એક માત્ર ઇન્વાઇટ પર નહોતો ગયો. બહુ તો બહુ માત્ર ડ્રગ્સનું સેવન કરી શક્યો હોત એવું પણ કોઇ કહી શકે નહીં. આર્યનની ધરપકડ કોઇ પ્લાનિંગથી થઇ નથી. કુલ ૨૦ આરોપી છે અને તેમાં કેટલાંક ડ્રગ્સ પેડલર છે. ખાન અને મર્ચન્ટના તેમની સાથે વાતચીત થયાના સબૂત છે. હાર્ડ ડ્રગ વિશે એક વિદેશી નાગરિક સાથે પણ વાતચીત થઇ છે. પંચનામા અનુસાર ડ્રગ્સ ખાન પાસેથી નહોતું મળ્યું અરબાઝ પાસેથી મળ્યું હતું. અમારી દલીલ એવી છે કે ડ્રગ્સ મર્ચન્ટના કબજામાંથી મળ્યું છે અને તે આર્યન ખાનને તેના ઘરે મળ્યો હતો. મર્ચન્ટે આર્યન સાથેના સંબંધની વાતને કબુલી છે. મર્ચન્ટ તેની કારમાં આર્યનના ઘરેથી ગયો અને તેઓ ટર્મિનલ પર હતા જ્યાં તેમને પકડવામાં આવ્યા હતા. અરબાઝ પાસે આ  ડ્રગ્સ તેમના સેવન માટે હતું અને બંનેને તેની જાણ હતી. આર્યનને પણ જાણ હતી કે મર્ચન્ટ પાસે ડ્રગ્સ હતું.