India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,987 નવા કેસ નોંધાયા છે અને 287  સંક્રમિતોના મોત થયા છે.


છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ



  • 1 ઓક્ટોબરઃ 26,727

  • 2 ઓક્ટોબરઃ 24,534

  • 3 ઓક્ટોબરઃ 22,842

  • 4 ઓક્ટોબરઃ 20,799

  • 5 ઓક્ટોબરઃ 18,346

  • 6 ઓક્ટોબરઃ 18,383

  • 7 ઓક્ટોબરઃ 22,431

  • 8 ઓક્ટોબર: 21,527

  • 9 ઓક્ટોબરઃ 19,740

  • 10 ઓક્ટોબરઃ 18,106

  • 11 ઓક્ટોબરઃ 18,132

  • 12 ઓક્ટોબરઃ 14,313

  • 13 ઓક્ટોબરઃ 15,823


કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા


આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 58,76,64,525 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 13,01,083 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.