KGF Star Yash: કન્નડ ફિલ્મોનો સુપર સ્ટાર યશ KGF ફિલ્મ બાદ ઈંડસ્ટ્રીમાં છવાયેલો છે. કેજીએફના બંને ભાગ સુપરહિટ સાબિત થયા છે. કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મે તો કમાણીમાં ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે અને તે ભારતીય ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. કેજીએફના સુપર સ્ટાર યશ માટે ઈંડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું સહેલું કામ નહોતું. યશે આ મુકામ પર પહોંચવા માટે ઘણી સ્ટ્રગલ કરી છે. યશ એક સમાન્ય વર્ગના પરિવારમાંથી આવે છે. હવે યશના પરિવાર વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. RRR અને બાહુબલની ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ યશના પિતા વિશે એક નવો ખુલાસો કર્યો છે.


યશના પિતા છે બસ ડ્રાઈવરઃ
એસએસ રાજામૌલીએ એક ઈંટરવ્યુમાં કન્નડ એક્ટર યશના જીવન વિશે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, "યશના પિતા અરુણ કુમાર વિશે સાંભળીને હું પણ ચોંકી ગયો હતો કે યશના પિતા વ્યવસાયે એક બસ ડ્રાઈવર છે અને હજી પણ તે કામ કરે છે. મને જણાવવામાં આવ્યું કે, યશના પિતા આજે પણ બસ ડ્રાઈવરના રુપે કામ કરે છે. મારા માટે યશના પિતા અસલી સ્ટાર છે." યશ સુપર સ્ટાર બની ગયો છે છતાં પણ તેના પિતા બસ ડ્રાઈવિંગનું કામ કરે છે.


તમને જણાવી દઈએ કે, યશે વર્ષ 2016માં રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે આયરા અને યશર્વ. યશ પોતાના પરિવાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. યશની કેજીએફ ફિલ્મ બાદ તે ભારતમાં જાણીતો બન્યો છે. હાલ કેજીએફ ચેપ્ટર 2 કમાણીના નવા કિર્તીમાન સ્થાપિત કરી રહી છે. 


આ પણ વાંચોઃ


Ravindra Jadeja IPL 2022: રવિન્દ્ર જાડેજા વિવાદ વચ્ચે IPLમાંથી બહાર, ચેન્નઇએ જાહેર કર્યું નિવેદન