નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે એક નિવેદન જાહેર કરી આ વાતની પુષ્ટી કરી હતી. રવિન્દ્ર જાડેજા દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેના રમવા અંગે શંકા ઉભી થઈ હતી.






ચેન્નઈ સુપર કિંગ્સે નિવેદનમાં કહ્યું હતું કે 'અપર બૉડીમાં  ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ઇજાના કારણે રવિન્દ્ર જાડેજા આઇપીએલ 2022માંથી બહાર થઇ ગયો છે.


છેલ્લા બે દિવસથી રવિન્દ્ર જાડેજા વિશે અનેક પ્રકારના અહેવાલો આવી રહ્યા હતા. રિપોર્ટમા દાવો કરાઇ રહ્યો હતો કે ચેન્નઈ સુપર કિંગ્સમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. કારણ કે ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો.  સાથે જ રવિન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતો નથી. આવી સ્થિતિમાં સતત અનેક અટકળો વહેતી થઇ રહી હતી.


આઈપીએલ 2022માં ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપમાં શરૂઆત કરી હતી પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે જાડેજાએ અધવચ્ચેથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. બાદમાં ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નઇને આઠ મેચમાંથી છમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  


Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો


PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો


ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે


"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો