ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ બતાવશે એ થીયેટરને આગ લગાડી સળગાવી દઈશું, જાણો કોણે આપી ધમકી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણી સેનાનું કહેવું છે કે, ગુજરાતમાં જે થિયેટર આ ફિલ્મ પ્રદર્શિત કરતે તેને સળગાવી દેવામાં આવશે તેવી ચીમકી આપતા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ફિલ્મ પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.
આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં અંડરવર્લ્ડના રૂપિયા લાગ્યા છે. સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ તેમના દબાણમાં જ ફિલ્મને મંજૂરી આપી છે. આ ફિલ્મ નામ બદલીને પણ રિલિઝ કરાશે તો પણ તેને ચાલવા દેવામાં નહીં આવે.
કરણી સેનાનો આરોપ છે કે, અંડરવર્લ્ડના રૂપિયાથી બનેલી ફિલ્મ પદ્માવતીને નામ બદલીને પ્રદર્શિત કરવાની સેન્સર બોર્ડે મંજૂરી આપી છે. જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાને મંજૂર નથી અને આ ફિલ્મ સામે તેમનો વિરોધ યથાવત્ રહેશે. આ ફિલ્મ કોઈ પણ થિયેટરમાં ચલાવવા દેવાશે નહીં.
અમદાવાદઃ સંજય લીલા ભંસાળી દિગ્દર્શિત ફિલ્મ ‘પદ્માવત’ને ગુજરાતમાં રિલીઝ મામલે ધમકી મળી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ફિલ્મ પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી, તેમને કહ્યું કે, ગુજરાતમાં ફિલ્મ બતાવવામાં આવશે તો જે તે થિયેટરને આગ લગાડી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -