ગુરૂવારે બોમ્બે હાઇકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન મળ્યાં બાદ શુક્રવારે જસ્ટીસ નિતીન સામ્બ્રેએ આર્યન ખાનનો જામીન રિપોર્ટ

  બપોર સુધીમાં રજૂ કર્યો..જેલથી મુક્તિની બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આર્યન ખાન આર્થર રોડની જેલથી બહાર આવશે.


સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કુલ 26 દિવસ બાદ ઘરે પરત ફરી રહ્યાં છે. મન્નતમાં ખુશીનો માહોલ છે.NDPS કોર્ટેના જજે આર્યન ખાનના વકીલને પૂછ્યું ડિટેલ ઓર્ડર તો તેના જવાબમાં સતીષ માનશિંદે જણાવ્યું કે,  અમારી પાસે ઓપરેટિવ ઓર્ડર છે. જામીન માટે ડિટેલ ઓર્ડરની કોપીકોર્ટમાં સબમિટ કરવી જરૂરી છે. જજે જણાવ્યું હતું કે, કોર્ટમાં 5:30 પહેલા ડિટેલ કોપી જમા કરવાની રહેશે નહિ તો આર્યનની જામીનમાં મુશ્કેલી આવી શકે છે.


જેના જવાબમાં સતીષ માનશિંદે જણાવ્યું કે, મારી પાસે કમ્પલિટ છે, તો જમાનતીના રૂપે જૂહુ ચાવતા હાજર રહી હતી અને તેમણે આર્યનની જામીન માટે સ્યોરિટી આપી હતી. જુહુ ચાવલા આ દરમિયાન માસ્ક ઉતારીને મુસ્કરાતી જોવા મળી હતી.




જામીનના સમાચાર મળતાં આર્યને શું આપ્યું રિએકશન


બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે..  આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા. જાણીએ જયારે જેલમાં રહેલા આર્યન ખાનને જામીન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી.


જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જેલના સળિયા પાછળ રહેલા આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ભોજન આપતી વખતે તેની જામીન અંગે જાણ કરવામાં આવી હતી. જામીનના સમાચાર સાંભળીને આર્યન ખાન ખડખડાટ હસી પડ્યો અને તેણે જેલ સ્ટાફને 'થેંક્સ' કહ્યું. જોકે માહિતી સામે આવી છે કે આર્યન ખાને ડિનર ન હતું લીધું.


એવી માહિતી પણ મળી રહી છે કે, લગભગ 21 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાનની બેરેકના કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે. આર્યન ખાને આ કેદીઓના પરિવારને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. આ સાથે તેમને કેદીઓ સામે ચાલી રહેલા કેસોમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.