સલમાનની પાર્ટીમાંથી પરત ફરતા સમયે આ એક્ટ્રેસની કારને નડ્યો અકસ્માત
તમને જણાવી દઈએ કે શુક્રવારે જેકલીન, સલમાન સાથે જોધપુર ‘રેસ 3’ની શૂટિંગ માટે ગઈ છે. ફિલ્મમાં બંનેની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને ડેઝી શાહ પણ છે. ફિલ્મને રેમો ડિસૂઝા ડિરેક્ટ કરી રહ્યો છે.
જેકલીનના પ્રવક્તાએ આ અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું કે, હાં આવી ઘટના બની છે. રિક્ષા ડ્રાઈવર નશામાં હતો. અમે જલ્દી જ ઓફિશિયલ નિવેદન જારી કરીશું. અમે બધા ઠીક છીએ. પોલીસ આવી અને મામલો ઉકેલાઈ ગયો.
એક બોલિવૂડ વેબસાઈટની રિપોર્ટ મુજબ એકસ્માત રાત્રે લગભગ 2.45 કલાકે બાંદ્રાના કાર્ટર રોડ પર થયો હતો. જેકલીનની કાર અને એક ઓટોરિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી, પરંતુ જેકલીનની કારની હેડલાઈટ્સ ખરાબ થઈ ગઈ છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૈનકીલન ફર્નાન્ડિસને ગુરુવાર મુંબઈના કાર્ટર રોડ પર ભયંકર અકસ્માતનો સાનમો કરવો પડ્યો છે. તે આ દરમિયાન સલમાન ખાનના ઘરે યોજાયેલ પાર્ટીમાંથી પરત ફરી રહી હતી.