મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગૂંચવણ દિવસે દિવસે વધી રહી છે. સુશાંતના મોત બાદ પોતાના નિવેદનોને લઇને અનેકવાર ચર્ચામાં આવેલી અભિનેત્રી કંગના રનૌતને હવે બીજેપી નેતાનો સપોર્ટ મળ્યો છે. અભિનેત્રી કંગનાએ સુશાંતના મોતને પ્લાન્ડ મર્ડર ગણાવ્યુ હતુ.


સુશાંત કેસમાં ખુલીને બોલવાનો અંદાજ હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવ્યો છે, સુબ્રમણ્યમ સ્વામી કંગનાના સપોર્ટમાં આવ્યા છે, અને કાયદેસરની મદદ કરવાની પણ ઓફર કરી છે.



ખરેખરમાં, સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઇશકરણે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે કે સુબ્રમણ્યમ સ્વામી કંગનાની કાયદેસર રીતે મદદ કરવા માટે તૈયાર છે. તેમને ટ્વીટ કર્યુ- ડૉ. સ્વામીએ પહેલા જ કહ્યું છે કે જો કંગનાની ટીમને પોલીસને સ્ટેટમેન્ટ આપતી વખતે જો કોઇ કાયદેસરની મદદની જરૂર પડે, તો તે હું આપવા માટે તૈયાર છું.



ઇશકરણ તે જ વકીલ છે જેની નિયુક્તિ સુબ્રમણ્યમ સ્વામીએ કરી છે. તેમને ઇશકરણને સુશાંત રાજપૂત મામલે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ એકઠા કરવાનુ કહ્યું છે. જેમાં જરૂર પડવાથી કેસની સીબીઆઇ તપાસ કરવામાં આવી શકે. ઇશકરણ સુશાંત કેસમાં ઝડપથી કામ કરી રહ્યાં છે. તેમને મુંબઇ પોલીસને અપીલ કરી હતી કે સુશાંતના ઘરને યોગ્ય રીતે સીલ કરવામાં આવે અને તેમનો બધો સામાન સંભાળીને રાખવામાં આવે.



સુબ્રમણ્યમ સ્વામી અને રુપા ગાંગુલી જેવા નેતા આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે. જોકે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખનુ કહેવુ છે કે આ કેસમાં સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથી.



નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે ગયા મહિને પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં બૉલીવુડ અને ફેન્સ જગતમાં નેપૉટિઝમને લઇને ચર્ચા જાગી હતી.