ગાંધીનગર: હાલ ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે પરંતુ હાલ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 2 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે દમણ અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે તેવું અમારું અનુમાન છે.
હવામાન વિભાગને આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક્લ સરક્યુલેશન સર્જાયું છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડશે. સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે.
ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2020 07:49 AM (IST)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -