મુંબઈ: બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સુહાનાએ હાલમાં જ એક્ટિંગની સ્ટડી માટે ન્યૂયૉર્ક યૂનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાના કૉલેજમાં નવા ફ્રેન્ડ્સ પણ બની ગયા છે. કૉલેજ કેમ્પસની તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.


સુહાનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને કેટલાક ફેન્સ પસંદ કરી રહ્યાં છે ત્યારે કેટલાકે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રોલર્સે સુહાનાના કપડા અને પોઝ આપવા પર આપત્તિ વ્યક્ત કરી છે અને સલાહ આપવા લાગ્યાં છે.


એક યૂઝરે લખ્યું કે, એટલું બધું શો ઑફ ના કરો, નોર્મલ કપડા પહેરશે તો પણ ખૂબસૂરત જ લાગશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ‘સુહાના તમારો ડ્રેસ વ્યવસ્થિત કરો.‘ બીજાએ લખ્યું તું શાહરૂખ ખાનની પુત્રી છે અને તને આવું શો ઑફ કરવાની કોઈ જરૂરત નથી, નોર્મલ રહો.


સુહાના ઇન્સ્ટાગ્રામ પર નથી પરંતુ તેના ફેન ક્લબ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરતી રહે છે.(સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)