નવી દિલ્હીઃ ભારતના અવકાશ કાર્યક્રમ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે મોડી રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરશે. તમામ લોકો આ ક્ષણની રાહ જોઇ રહ્યા છે. વિક્રમ લેન્ડરની લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી ઇસરોના કેન્દ્રમાં હાજર રહેશે. આ ઐતિહાસિક ઘટનાના કેટલાક કલાક અગાઉ ઇસરોના ચીફ સિવને કહ્યું કે, અમે એક એવી જગ્યા પર ઉતરવા જઇ રહ્યા છે જ્યાં અત્યાર સુધી અગાઉ કોઇ ગયું નથી. અમે સોફ્ટ લેન્ડિંગ અંગે નિશ્વિત છીએ.

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે. સાથે જ ભારત ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની જશે.