લગ્ન બાદ આ એક્ટ્રેસની પ્રથમ ફિલ્મની તસવીર ઇન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ મેક ઈન ઈન્ડિયા પર આધારિત હોય તેવી શક્યતા છે. આ ફિલ્મ 2018માં ગાંધી જયંતી પર રીલિઝ થવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મના સેટ પર તાજેતરમાં જ અનુષ્કા શર્મા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ફિલ્મની વાર્તા કપડાં સિલાઈ કરતાં રોજગાર પર આધારિત છે.
અનુષ્કા શર્માએ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં ભરત ભરતી એક તસવીર પોસ્ટ કરી હતી. સેટ પર અનુષ્કા શર્મા બ્લૂ રંગની કોટન સાડીમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ તસવીર સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે.
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલ આ એક્ટ્રેસ અનુષ્કમા શર્મા ફરી એક વખત ચર્ચામાં છે. તે હવે પોતની અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગઈ છે. અનુષ્કાએ હવે પોતાની ફિલ્મ સુઈ ધાગાનું શૂટિંગ શરૂ કર્યં છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી ફિલ્મની એક તસવીર શેર કરી છે ત્યારથી ફિલ્મને લઈને ચર્ચા વધી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -