Nokia 3310નો 4G ફોન લૉન્ચ, વાઇફાઇ અને 4G-Volte સાથે છે આવા હાઇટેક ફિચર્સ
આ ફોનમાં ગીતો સાંભળવા માટે MP3 પ્લેયર અને રેડિયો જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, હવે નેક્સ્ટ મંથ સુધી આને ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીનમાં આનું વેચાણ માટે એચએમડી ગ્લૉબલે ચાઇના મોબાઇલની સાથે પાર્ટનરશિપ પણ કરી છે. ટુંકસમયમાં બાર્સિલોનામાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસની શરૂઆત થશે અને આ દરમિયાન જ કંપની આની કિંમત અને ઉપલબ્ધતા વિશે બતાવશે.
Nokia 3310 4G બે કલર વેરિએન્ટની સાથે ઉપલબ્ધ થશે. ફ્રેશ બ્લૂ અને ડીપ બ્લેક. આ ફોન YunOS પર ચાલે છે, જે એન્ડ્રોઇડ પર આધારિત છે. આ અલીબાબા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
Nokia 3310ના આ નવા વેરિએન્ટમાં 2.4 ઇંચની QVGA કલર સ્ક્રીન આપવામાં આવી છે. આ ફિચર ફોનમાં 256MB રેમની સાથે 512MBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારીને 64GB સુધી વધારી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો આમાં એલઇડી ફ્લેશની સાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આની બેટરી 1,200mAhની છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાંચ કલાક સુધી ટૉકટાઇમ આપશે. કનેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, WiFi, બ્લુટૂથ, માઇક્રો યુએસબી અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ એચએમડી ગ્લૉબલે આઇકૉનિક ફિચર ફોન Nokia 3310ના 4G વેરિએન્ટને લૉન્ટ કરી દીધો છે. ગયા વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન કંપનીએ Nokia 3310નું નવા મૉડલ લૉન્ચ કર્યું હતું. જોકે, આને કોઇ ઇવેન્ટમાં નથી લૉન્ચ કરાયો પણ કંપનીની વેબસાઇટ પર Nokia 3310ના 4G વેરિએન્ટની લિસ્ટ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -