મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુમિત વ્યાસ અને એક્ટ્રેસ એકતા કૌલના ઘરે ટૂંકમાં જ ખાસ મહેમાનનું આગવન થવાનું છે. તેમણે હાલમાં જ પોતાના આવનારા મહેમાનની જાણકારી પોતાના ફેન્સને આપી છે.

એકતાએ ઇન્સ્ટાગ્રામ પર રવિવારે પોતે ગર્ભવતી હોવાની જાણકારી શેર કરી. એકતાએ લખ્યું, “અમે સાથે અમારી નવી ઇનિંગને લઈને જાહેરાત કરવાને લઈને ગર્વ અનુભવી રહ્યા છીએ. પરિચય કરાવી રહ્યા છીએ જૂનિયર કૌલ વ્યાસ સાથે (ટૂંકમાં ). તેનું ક્રિએશન, પ્રોડક્શન અને નિર્દેશન અમે (સુમિત અને મેં) કર્યું છે.” જ્યારે સુમિતે આ તસવીર સેર કરતાં લખ્યું, “સંપૂર્ણ સમય ઘર પર વિતાવી રહ્યો છું. આ ઘણી રીતે ખાસ છે. મારા માટે આ જીવન બદલનારું છે.”

તેની સાથે જ તેણે એક તસવીર પણ પોસ્ટ કરી છે જેમાં તે બેબીબંપ બતાવતી જોવા મળી રહી છે. કપલને શુભેચ્છા આપતા એક્ટર અમોલ પરાશરે કમેન્ટ કરી, “મેં એતમામ સારી વસ્તુની યાદી બનાવી છે જે હું તેને શીખવાડવાનો છું.” સેહબાન અજીમે પ્રતિક્રિયા આપી, “વાહ, અભિનંદન”.  નોંધનીય છે કે, સુમિત વ્યાસ અને એકતા કૌલે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ તે હવે પોતાનું બેબી પ્લાન કરી રહ્યા છે.

એકતા સાથે લગ્ન પહેલા સુમિતે પહેલા એક જાણીતી એક્ટ્રેસ શિવાની ટંકસલે સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન લાંબા ટક્યા ન હતા. ત્યાર બાદ તેની મુલાકાત એકતા સાથે થઈ અને એક બીજાને ડેટ કર્યા બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

તમને જણાવીએ કે, સુમિત અનેક વેબ સીરિઝમાં જોવા મળી ચૂક્ટયો છે, ઉપરાંત તે કરીના કપૂરની સાથે ફિલ્મ વિરે દી વેડિંગમાં પણ મહત્ત્વની ભૂ્મિકામાં જોવા મળ્યો છે.