વિશ્વભરમાં કોરોના વાયરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે. યુએસમાં 3.25 લાખ લોકો સંક્રમિત કેસ નોંધાયા છે જ્યારે અમેરિકામાં કોરોનાથી 9 હજારથી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે. શનિવારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, આગામી સપ્તાહોમાં દેશમાં વધુ મોત થઈ શકે છે. અહીં આશરે 3.25 લાખ લોકો સંક્રમિત છે. જોકે ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, સંક્રમણ રોકવાની દિશામાં પગલાં લેવાશે તો મોતનો આંકડો ઓછો થઈ શકે છે. કોરોના વાયરસ સંક્રમણથી ખરાબરીતે પ્રભાવિત અમેરિકામાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લોક્વિનની અછત સર્જાઈ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હાલમાં જ તેને કોવિડ-19 વિરુદ્ધ રામબાણ ગણાવી હતી. શનિવારે ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી હાઈડ્રોક્સિક્લોરોક્વિન માગી હતી. જોકે તેના બીજા જ દિવસે રવિવારે ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ વધુ કડક કરી દીધો હતો. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન મોદીને પહેલાં ઓર્ડર કરાયેલી દવા મોકલવાનો આગ્રહ કર્યો છે. મોદી તેના પર ગંભીરતાથી વિચારી રહ્યા છે. અગાઉ મોદીએ પણ કહ્યું હતું કે તેમણે મહામારી વિરુદ્ધના જંગમાં ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાત લગાવવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, કોરોનાના સંકટ દરમિયાન ભારત સરકારે 25 માર્ચે જ હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 11 હજાર 635એ પહોંચી ગઈ છે. મરનાર લોકોની સંખ્યા 8454 થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1224 લોકોના અને ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630નાં મોત નિપજ્યાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે, બે સપ્તાહમાં અનેક જીવ જશે. સ્પેનમાં 1.26 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 12,418 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટલીમાં 1 લાખ 24 હજાર 632 કેસ નોંધાયા છે અને 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે. ઈટલીમાં કોરોના વાઈરસથી 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 24 હજાર 632 થઈ છે. ઈટલીમાં 24 કલાકમાં 681 લોકોએ જીવ ગુમાવ્યો છે. 21 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોનાં મોત નિપજ્યાં છે. અહીં કુલ મૃત્યુઆંક 7 હજારની પાર પહોંચ્યો છે. કુલ પોઝિટિવ કેસ 90 હજાર પહોંચી ગયા છે. અહીં 15438 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 1225 કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 10 હજારથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 73 લોકોનાં મોત નિપજ્યાં છે. અહીં અત્યાર સુધીમાં 445 લોકોએ જીવ ગુમાવ્યો છે. યુક્રેનમાં 1225 પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશ કેસ  મોત
અમેરિકા 3,11,635 9,134
સ્પેન 1,26,168 12,418
ઈટાલી 1,24,632 15,362
જર્મની 96,092 1,444
ફ્રાન્સ 89,953 7,560
ઈરાન 55,743 3,603
બ્રિટન 41,903 4,313
તુર્કી 23,934 501
સ્વિત્ઝરલેન્ડ 20,505 666
બેલ્જિયમ 18,431 1,447
નેધરલેન્ડ 16,627 1,651
કેનેડા 13,912 231
ઓસ્ટ્રિયા 11,781 186
પોર્ટુગલ 10,524 266
બ્રાઝીલ 10,360 445
દ. કોરિયા 10,237 183
ઈઝરાયલ 7,851 44
સ્વિડન 6,443 373
ઓસ્ટ્રેલિયા 5,635 34
નોર્વે 5,550 62
રશિયા 4,731 43
આયરલેન્ડ 4,604 137
ચીલી 4,161 27
ભારત 3,588 83