હાલમાં જ એક મેગેજીન સાથે વાત કરતાં આ મુદ્દે સવાલ પુછવામાં આવ્યો ત્યારે સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, હું મારા બાળકો અને એ જેને ડેટ કરે છે એને પ્રેમ કરું છું. મને લાગે છે કે પ્રોફેશનથી વધારે આજે જીવનમાં ખુશી વધારે મહત્વની છે. કારણ કે આ એ જ વાત છે જે આપણે સૌથી વધારે મિસ કરીએ છીએ. અમે બધા જ આ સમયે ખુશ છીએ.
સુનીલ શેટ્ટીનું કહેવું છે કે હવે સમય બદલાઈ ગયો છે. સુનીલની પત્ની માનાએ પણ બાળકોના સંબંધોને સ્વીકાર્યા છે. માનાએ પણ વાત કરી કે, આજના બાળકો એનાથી વધારે પરેશાન છે કે તેને લાઈક મળી કે નહીં, એના કપડાં બીજાને ગમ્યાં કે નહીં. નાનો ફોન સારો કે સ્માર્ટફોન સારો. એટલા માટે મને લાગે છે કે બાળકો સાથે માતા પિતાએએ એક દોસ્તની જેમ રહેવું જોઈએ.
સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું કે, હું અહાનની ગર્લફ્રેન્ડને પ્રેમ કરુ છું અને આથિયા જેની સાથે છે એને પણ પસંદ કરુ છું. મને એનાથી કોઈ જ વાંધો નથી. માનાને પણ વાંધો નથી અને બધા ખુશ છીએ. આ બાળકો સારા પરિવારના છે અને અમારા પરિવારમાં સેટ થઈ ગયા છે.