નવી દિલ્હીઃ નવા વર્ષમાં TV જોનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષે ટીવી જોવાનું સસ્તુ થશે. નવા વર્ષે તમને કેબલ ટીવી અને ડીટીએચનું બિલ ઓછુ આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર 130 રૂપિયા ચુકવવાના રહેશે. આ ફીમાં ગ્રાહકોને 200 ફ્રી ચેનલ મળશે. સાથે બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે.


બ્રોડકાસ્ટર 15 જાન્યુઆરી સુધી પોતાના ચેનલનાં દરોમાં ફેરફાર કરશે. 30 જાન્યુઆરી સુધીમાં ફરીથી તમામ ચેનલ્સનું રેટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે. 1 માર્ચ 2020થી નવા દર લાગુ થશે. ટ્રાઈએ ચેનલ્સ માટે કેરિઝ ફી 4 લાખ રૂપિયા નક્કી કરી છે. ટ્રાઈએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. નેટવર્ક કેપેસિટી ફી 130 રૂપિયા કરી. 130 રૂપિયામાં 200 ફ્રી ટૂ-એયર ચેનલ મળશે. 160 રૂપિયામાં 500 ફ્રી ટૂ-એયર ચેનલ્સ મળશે.

બીજા ટીવી કનેક્શન માટે ચાર્જ ઓછો હશે. બીજા ટીવી માટે 52 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે. 12 રૂપિયાથી ઓછી કિંમતના ચેનલ જ બુકેમાં આપી શકાશે. ગ્રાહકો માટે લગભગ 33 ટકા ડિસ્કાઉન્ટ હશે.