સલમાન ખાન બાદ હવે આ હોટ એક્ટ્રેસ સાથે મોટા પડદે જોવા મળશે સુનીલ ગ્રોવર
નોંધનીય છે કે, પટાખા ફિલ્મમાં સુનીલ ગ્રોવરની સાતે સાન્યા મલ્હોત્રા, નવોદિત રાધિકા મદાન, સાનંદ વર્મા અને વિજય રાજ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. મૂવી 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ પટાખા વિશે વિશાલે કહ્યું કે, અમે 30 દિવસની અંદર ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું. આ પહેલા ફિલ્મનું ટાઈટ ચૂરિયાં હતું, પરંતુ બધા તેને ચૂડિયાં કહેતા હતા. માટે પરેશાન થઈને અમે તેનું નામ ‘પટાખા’ રાખ્યું. મૂવીમાં ભારત-પાકિસ્તાનને બે બહેનોની જેમ બતાવવામાં આવી છે, જે કોઈપણ કારણવકર એક બીજા સાથે ઝઘડો કરે છે.
કોમેડિયન-એક્ટરે મજાકિયા અંદાજમાં કહ્યું કે, પ્રિયંકા ચોપરા મારી સાથે કામ કરવા ઈચ્છુક છે. ફિલ્મ પટાખાના મ્યૂઝિક લોન્ચ દરમિયાન વિશાલ ભારદ્વાજને ફરી પ્રિયંકા સાથે કામ કરવા અંગે પુછવામાં આવ્યું તો ઝડપથી સુનીલ ગ્રોવરે જવાબ આપ્યો. તેણે કહ્યું, પ્રિયંકા મારી સાથે કામ કરવા માગે છે. અમે એક બીજાની સાથે કામ કરી રહ્યા છીએ. આશા છે કે આગામી વર્ષ સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.
નવી દિલ્હીઃ કોમોડિયન સુનીલ ગ્રોવર સલમાન ખાનની મૂવી ભારતમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ પહેલા તેની વિશાલ ભારદ્વાજ ડાયરેક્શનમાં બનેલ પટાખા રિલીઝ થઈ રહી છે. સુનીલની બોલિવૂડમાં માગ વધી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, પ્રિયંકા ચોપરા તેની સાખે કામ કરવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -