આટલી અધધ કિંમતે વેચાશે રાજ કપૂરનો RK સ્ટૂડિયો, જાણો કોને મળશે આ રકમ....
નોંધનીય છે કે આર.કે.સ્ટૂડિયોની સ્થાપના 1948માં રાજકપૂરે કરી હતી. આ સ્ટૂડિયોમાં અનેક ફેમસ ફિલ્મ્સ બની ચૂકી છે. જેમાં ‘આગ’, ‘બરસાત’, ‘આવારા’, ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘શ્રી 420’, ‘મેરા નામ જોકર’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઋષિ કપૂર અને ડિમ્પલ કપાડિયા ડેબ્યૂ ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘પ્રેમ રોગ’, ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી આઈકોનિક ફિલ્મ પણ બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋષિ કપૂરે કહ્યું હતું કે, આશરે બે એકર જમીનમાં ફેલાયેલો આ સ્ટૂડિયો અનેક ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી રહ્યો છે. રાજકપૂરે પોતાની મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ અહીં જ કર્યું હતું. પરંતુ આ સ્ટૂડિયો ચેમ્બુરમાં હોવાથી અહીં જલ્દી કોઈ શૂટિંગ કરવા તૈયાર થતું નથી. કેમકે મુંબઈમાં મોટાભાગનું શૂટિંગ ફિલ્મ સિટી અને વેસ્ટર્ન લાઈનની આસપાસના વિસ્તારોમાં થાય છે. જ્યારે કે ચેમ્બુર હાર્બર લાઈન પર આવેલું છે. લોકો શૂટિંગ માટે આટલે દૂર આવવા તૈયાર નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે એકરનો આ પ્લોટ 500 કરોડ કરતાં વધારે કિંમતમાં વેચાઈ શકે છે. આ રકમ કપૂર પરિવારના સભ્યો વચ્ચે વહેંચાય તેવી શક્યતા છે. કેટલાક દિવસો પહેલા ઋષિ કપૂરે આર.કે.સ્ટૂડિયો વેચાઈ જવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ રાજકપૂર દ્વારા સ્થાપિક જાણીતો આર.કે. સ્ટૂડિયો વેચાવા જઈ રહ્યો છે. આ વાત સાથે ફેન્સની સાથે સાથે બોલિવૂડ કલાકાર પણ ભાવુક છે કારણ કે આર.કે. સ્ટૂડિયો સાથે તેની યાદો જોડાયેલી છે. વિતેલા ઘણાં દિવસથી આર.કે. સ્ટૂડિયોની ચર્ચા થઈ રહી છે. બધા લોકો તેના વિશે જાણવા માગે છે. લોકો તેની કિંમતની પણ ચર્ચા કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -