કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવર નહીં પણ હવે જોવા મળશે આ ત્રણ કલાકાર....જાણો
નવી દિલ્હીઃ લાગે છે કે સોશિયલ મીડિયા પર કપિલ શર્મા દ્વારા બધા સમક્ષ માગવામાં આવેલી માફીની સુનીલ ગ્રોવર પર કોઈ ખાસ અસર થઈ નથી. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલ ઝઘડાને કારણે હવે આ કોમેડીશોમાંથી માત્ર સુનીલ ગ્રોવર જ નહીં પરંતુ તેની સાથે આખી ટીમ એટલે કે અલી અસગર, કપિલના જૂના મિત્ર ચંદન પ્રભાકર અને કપિલને પોતાનો ભાઈ ગણાવતી સુગંધા મિશ્રા પણ શુટિંગ માટે પહોંચ્યા ન હતા.
આ ઝઘડા બાદ સોમવારે થયેલ ધ કપિલ શર્મા શોની શૂટિંગમાં સુનીલ ગ્રોવર ઉપરાંત જૂની ટીમના કોઈ સભ્ય આવ્યા ન હતા. શો પર જૂના ચહેરામાં માત્ર કપિલ શર્મા અને કિકૂ શારદા જ પહોંચ્યા હતા.
જાણકારી અનુસાર આ શૂટિંમગાં કપિલે પોતાના જૂના સ્ટેન્ડપ કોમેડિયન મિત્રો જેમ કે રાજૂ શ્રીવાસ્તવ, સુનીલ પાલ અને એહસાન કુરૈશીની મદદ લીધી છે. આ શૂટિંગમાં નવજોત સિંહ સિદ્ધૂ પણ નજર આવશે. ડીએનએના સમાચાર અનુસાર આ શો સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, સુનીલ ગ્રોવરે આ શો છોડવાનું મન બનાવી લીધું છે.
મળતી જાણકારી અનુસાર આ વખતે કપિલનો શો સ્ટેન્ડપ કોમિક્સ પર હતો, તો માટે તેમાં અલી અસગર અને સુનીલ ગ્રોવર માટે કોઈ રોલ ન હતો માટે તે શૂટિંગમાં આવ્યા ન હતા. હવે આ શોનો બીજો ભાગ શૂટ કરવામાં આવશે જેમાં સુનીલ અને અલીની જરૂર પડશે.
જો તે બીજા ભાગમાં પણ નહીં આવે તો, સ્પષ્ટ થઈ જશે કે તે બન્નેએ કપિલને બોયકોટ કર્યો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સુનીલ ગ્રોવર અને અલી અસગરે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. માટે સત્તાવાર રીતે ન કરી શકાય કે આ બન્નેએ શો છોડી દીધો છે.