લંડનમાં બ્રિટિશ સંસદની બહાર આતંકવાદી હુમલો, પાંચના મોત, હુમલાખોર ઠાર મરાયો
બેલ્જીયમમાં એક વર્ષ પહેલા કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાની વરશી વેળા આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના સંદર્ભમાં વધુ વિગત હજુ સુધી મળી શકી નથી. પોલીસે બચાવ અને રાહત કામગીરી પણ તરત હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બનાવ ત્રાસવાદ સાથે સંબંધિત છે કે કેમ તે અંગે વાત કરવી વહેલીતક હશે. પાર્લામેન્ટ સ્કવેરને ટ્રાફિક માટે બંધ કરી દેવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે એર એમ્બ્યુલન્સની સેવા તરત જ લેવામાં આવી હતી.
સરકારી પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે વડાપ્રધાન થેરેસા મે હુમલા બાદ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સમાચાર સંસ્થાના ફોટોગ્રાફરે ફોટામાં દર્શાવ્યું છે કે ઓછામાં ઓછા ૧૨થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. સંસદ નજીક વેસ્ટ મિન્સ્ટર બ્રિજ ઉપર આ બનાવ બન્યો હતો. હાઉસ ઓફ કોમનના લીડર ડેવિડે માહિતી આપતા કહ્યું છે કે સશસ્ત્ર દળો દ્વારા સંસદીય ઈમારતને ઘેરી લેવામાં આવી છે. બનાવની જાણ થતા જ બ્રિટનના એમઆઈ-૫ હેલિકોપ્ટરો પણ સેવામાં લેવામાં આવ્યા હતા.
બ્રિટનમાં સંસદીય ઈમારતની બહાર બે લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વિગતો મળી છે. હાઉસ ઓફ કોમન સેશનને સસ્પેન્ડ કરી દેવાની કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ વેસ્ટ મિન્સટર પેલેસ અથવા તો વેસ્ટમિન્સટર રાજ મહેલને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
બ્રિટનના એક મંત્રીએ માહિતી આપતા કહ્યું છે કે હુમલાખોરને પોલીસે મોતને ઘાટ ઉતારી દીધો છે. પ્રધાને એમ પણ કહ્યું છે કે સંસદની અંદર રહેલા સ્ટાફને અંદર રહેવા માટે જ સૂચના આપવામાં આવી હતી. સાંસદોને ત્રણ અથવા ચાર વખત ગોળીબારનો અવાજ અગાઉ સંભળાયો હતો.
લંડનઃ લંડનમાં સંસદની પાસે આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરને ઠાર મારી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -