મુંબઇઃ બૉલીવુડ મિસ્ટર પરપેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાનની હેપ્પી લાઇફ જોઇને તો, લાગે છે કે કેટલી લકી અને બ્લેસ્ડ છે. પરંતુ હકીકતમાં તે સાચુ નથી. ઇરા ખાને એક પૉસ્ટ કરીને બતાવ્યુ છે કે તેને એંગ્ઝાયટી એટેક આવી રહ્યાં છે, પોતાની નવી સોશ્યલ મીડિયા પૉસ્ટ રિવીલ કરી છે તેમાં તેને કહ્યું કે તેને એંગ્ઝાયટી એટેક આવી રહ્યાં છે, આ પૉસ્ટે દરેકને ચોંકાવી દીધા છે. 
 
ઇરા ખાને પોતાની નૉ મેકઅપ લૂકમાં મિરર સેલ્ફી શેર કરતા પોતાની ફિલિંગ્સ ફેન્સની સાથે શેર કરી છે, ઇરા ખાને પોતાની પૉસ્ટમાં લખ્યું- મને એંગ્ઝાયટી એટેક આવવા લાગ્યા છે, મને ગભરાહટ થતી હતી, હું તેને કન્ટ્રૉલ કરી લેતી હતી, રડી લેતી હતી, પરંતુ મને પહેલા એંગ્ઝાયટી એટેક્સ ક્યારેય પણ નથી આવ્યા. આ પેનિક અને પેનિક એટેકની વચ્ચેનુ અંતર છે, આમ પણ એંગ્ઝાયટી વર્સેસ એંગ્ઝાયટી એટેક... 


ઇરા ખાને આગળ લખ્યું- જ્યાં સુધી હું આને (એંગ્ઝાયટી એટેક) સમજી છું, આના શારીરિક લક્ષણ છે. ધડકન વધી જવી કે ગભરાહટ થવુ, શ્વાસ ચઢવો, આ ઉપરાંત રડવુ અને આ વધતુ રહેવુ છે, ધીમે ધીમે એવુ લાગે છે કે જેમ કે કયામત આવી ગઇ છે. 






ઇરા ખાન આગળ લખ્યું- મને તો એવુ જ લાગે છે, મને નથી ખબર કે પેનિક એટેક કેવા હોય છે, આ બહુજ વિચિત્ર અનુભવ છે, મારા ડૉક્ટરે કહ્યું જો આ રેગ્યૂલર થઇ ગયુ તો મને પોતાના ડૉક્ટર/મનોચિકિત્સકને બતાવવુ પડશે, પરંતુ જ્યારે આ આવે છે તો બ્રિથિંગથી આમાં મદદ મળે છે, ઓછામાં ઓછા થોડાક કલાકો માટે. આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે શું હું કોઇ બીજી વાતથી ફરીથી સ્ટ્રેન્ડ થઇ જાઉં છું. 






ઇરાએ પોતાની પૉસ્ટમાં એ પણ બતાવ્યુ કે જે તસવીર તેને પૉસ્ટ કરી છે, તે પેનિક એટેક પછીને છે. શાવર લીધા બાદ તેને આ તસવીર લીધી છે. ઇરાની આ પૉસ્ટમાં તેના ફેન્સની વચ્ચે હલચલ મચી ગઇ છે. ઇરાને ફેન્સ ઢગલાબંધ પ્રેમની વચ્ચે કેટલીક ખાસ ટિપ્સ પણ આપી રહ્યાં છે. 


 






























---


આ પણ વાંચો......... 


Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો


Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું


Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા


Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા