નોટબંધી પર આ એક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન, ભાજપમાં જોડાવાની અટકળો
અભિનેતામાંથી રાજકારણી બનેલા રજનીકાંતે ભાજપ સામે વિરોધપક્ષોએ ભેગા મળી બનાવેલા મહાગંઠબંધન તરફ આંગળી ચીંધતા આ વાત કરી હતી. જો કે, આજ પત્રકાર પરિષદમાં નોટબંધી વિશે પુછવામાં આવતા, રજનીકાંતે જણાવ્યું કે, નોટબંધીનું અમલીકરણ ખોટુ હતું. આ માટે લાંબી ચર્ચાને અવકાષ છે. રજનીકાંતનાં ચાહકો અને સમર્થકો એ વાતની રાહ જોઇ રહ્યા છે કે, તેઓ કઇ પાર્ટીમાં જોડાશે અથવા તેમની પાર્ટીની જાહેરાત કરે.
સોમવારે રજનીકાંતે ચેન્નઇમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, શું ભાજપ ખરેખર આટલી ખરાબ પાર્ટી છે કે, સમગ્ર દેશની પાર્ટીઓએ ભેગા મળીને તેને હરાવવી પડે? આ લોકો એવું વિચારી રહ્યા છે. એ તેમનો દ્રષ્ટિકોણ છે”.
થોડા મહિનાઓ પહેલા જ, રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે પણ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયા નથી પણ સોમવારે તેમણે આપેલા આ નિવેદનથી ફરી વખત રાજકીય અટકળો શરૂ થઇ છે. થોડા મહિનાઓ પછી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એવી આંશકા સેવાઇ રહી છે કે, રજનીકાંત કદાચ ભાજપમાં જોડાશે.
ચેન્નઈઃ અભિનેતા રજનીકાંતે સોમવારે કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ ભાજપને ખતરનાક કહે છે, તો નિશ્ચિત તેવું જ હશે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે કહેવાતું હતું કે રજનીકાંત ભાજપની ખૂબ જ નજીક છે.